મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા
મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો
SHARE
મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો
મોરબીની માધાપરવાડી કન્યા શાળા અને માધાપરવાડી કુમારશાળાના 800 વિદ્યાર્થીઓને ધોરણ ત્રીજામાં અભ્યાસ કરતી આયુષી અશ્વિનભાઈ હડિયલે પોતાના જન્મદિવસે ફુલસ્કેપ અર્પણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને રોજબરોજમાં આવતી શૈક્ષણિક વસ્તુ મળવાથી વિદ્યાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા, સ્વામી વિવેકંદજીએ પણ કહ્યું છે કે કોઈને રોટીનો ટુકડો આપવા કરતા રોટી કેમ કમાવી એ શીખવવું જોઈએ, એ અન્વયે રોટી કમાવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે અને શિક્ષણ માટે બાળકોને કરેલી સહાય ક્યારેય એળે નથી જતી એ વાતને સાર્થક કરવા બદલ હડિયલ પરિવારની દિકરી આયુષીને સમગ્ર શાળા પરિવાર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.