મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા મોરબીના ઇન્દીરાનગર, ગોકુલનગર અને ગાંધી સોસાયટી વિસ્તારમાં દારૂની રેડ ૯૩ બોટલ મળી, કાર્યવાહી શરૂ હળવદમાં યોજાયેલ મેગા મેડીકલ કેમ્પનો 1750 દર્દીઓએ લાભ લીધો મોરબી જિલ્લામાં વસવાટ કરતાં પુર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ માટે આગામી ૪ જાન્યુઆરીનાં રોજ સંમેલન યોજાશે મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે એકટીવા મુકીને કોલેજીયન યુવતી ગુમ : શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર ગામ પાસે અજાણ્યા વાહન પાછળ ઇકો ગાડી અથડાતાં એક યુવાનનું મોત, એકને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત


SHARE











મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત

 

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બે જુદાજુદા બનાવોમાં બે લોકોના મોત થયા છે.જેમાં એક યુવાનનું તથા એક બાળકનું મોત થયાના બનવો બનેલા હોય હાલ પોલીસે બનાવોની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.મળતી માહિતી પ્રમાણે હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનનું વાહન અકસ્માતમાં માથાના ભાગે થયેલ ઇજામાં મોત નિપજયુ હતું. જ્યારે હળવદના ખોડ ગામની સીમમાં રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારના આઠ વર્ષના બાળકને સાપ કરડી ગયા બાદ સારવાર માટે ખસેડાયો હતો.જયાં સારવાર દરમિયાન તે બાળકનું પણ મોત નીપજ્યું હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા દિનેશભાઈ સેલાભાઈ મુંધવા (ઉમર 30) નામના યુવાનને ગત તા.25 ના રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં ચરાડવા અને સમલી ગામની વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.જે બનાવને પગલે તેનું મોત નીપજ્યું હતું અને ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.જેથી બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્રારા આ બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

જ્યારે બીજો બનાવ હળવદના ખોડ ગામની સીમમાં બન્યો હતો.જેમા ગત તારીખ 25-7 ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ખોડ ગામની સીમ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારના સુખરામ ગંભીરભાઈ આદિવાસી નામના આઠ વર્ષના બાળકને સાપ કરડી ગયો હતો.જેથી હળવદના પીએચસી ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં તા.25 ના સવારે આઠેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન સુખરામ નામના આઠ વર્ષીય આદિવાસી બાળકનું મોત નિપજયુ હતું.જેથી સિવિલ હોસ્પિટલ ખાતેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી અને સ્ટાફના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસમાં બનાવની જાણ કરી હતી.

દવા પી જતા સારવારમાં

કચ્છના આધોઈ નજીક રહેતા ખીમજીભાઈ ગોવિંદભાઈ કોળી નામના 37 વર્ષના યુવાને ગત તા.22-7 ના રોજ ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સામખીયાળીમાં આવેલ માતૃ સ્પર્શ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાં સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે સભાન અવસ્થામાં અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે પોલીસમાં જાણ કરાતા હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરી હતી.






Latest News