મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ


SHARE











મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ

મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર એક મહિનાથી ગુમ થઈ ગયેલ છે. જેથી તેના ભાઈએ એક શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (40)એ જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયા રહે. વાવડીરોડ ભકિતનગર-૧ મોરબી વાળાની સામે તેના નાના ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (34) રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળો જેને જે.આર. રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ હતો તેના અપહરણની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 20/6/24 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક નાનીવાવડી રોડ સતનામ કોમ્પલેક્ષમાં આવેલ આરોપીની ઓફીસે ગયો હતો ત્યાર બાદ ફરિયાદીના ભાઈના પત્નીના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને ત્યાર પછીથી ફરિયાદીનો ભાઈ ગુમ થઈ ગયેલ છે.

વધુમાં ફરિયાદી જણાવ્યુ છેકે, જીતેન્દ્ર આયદાનભાઇ ગજીયાએ તેના ભાઈ જીતેન્દ્રભાઇ કૈલા પાસથી ધીરાણ ભરવા માટે ૮,૦૦,૦૦૦ રૂપિયા લીધેલ હતા અને ત્યાર બાદ જમીન લેવા માટે સોદાખત કરવાનુ કહી ૧૦,૦૦,૦૦૦ રૂપિયા લીધેલ હતા અને આરોપીએ ફરિયાદીના ભાઈને ખોટુ સોદાખત બનાવીને તેની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદીનો ભાઈ આરોપીને હાથ ઉછીના આપેલા રૂપીયા લેવા માટે ગયો હતો.

ત્યાર પછીથી તે ગુમ થયેલ છે જેથી પોલીસે અપહરણ, છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ આયદાનભાઇ ગજીયા જાતે બોરિચા (37) રહે. ભક્તિનગર-1 રવાભાઇ ખાદાના મકાનમાં નાની વાવડી રોડ કબીર આશ્રમ પાસે મોરબી મૂળ રહે. ખાખરાળા વાળાની ધરપકડ કરેલ હતી. જે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટીમ પાસેથી મળેલ માહિતી મુજબ હાલમાં અપહરણના ગુનામાં પકડાયેલ આરોપી અગાઉ જેતપુરમાં ડોક્ટરના દીકરાની હત્યાના ગુનામાં 19 વર્ષની તેની ઉમર હતી ત્યારે પકડાયો હતો અને તે 12 વર્ષ જેલમાં હતો. જો કે, અહી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે છેલ્લા એક મહિનાથી મોરબીમાંથી ગુમ થયેલ ટ્રાન્સપોર્ટર હાલમાં કયા છે. 






Latest News