એકાદશી નિમિતે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ અને છાશનું વિતરણ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં વધુ બે વ્યાજખોરોની ધરપકડ : ૭ પૈકી ૫ પકડાયા મોરબીના સિરામિક, પેપરમિલ અને ટેક્સટાઈલ સહિત ઔદ્યોગિક એકમોની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ કરી મુલાકાત મોરબીમાં મિનરલ્સના કારખાનેદારોને રાજસ્થાના ખનીજ માટે રોયલ્ટીના નામે હેરાન કરવાનું બંધ કરો: કલેકટરને કરી રજૂઆત મોરબી મહાનગરપાલિકામાં મેયરના અધ્યક્ષસ્થાને પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ મોરબી શહેર-જીલ્લામાં લાયકાત વગરના બોગસ પત્રકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ: વેંચતા લીધેલા પ્રેસ કાર્ડ તાત્કાલિક જમા કરાવવા ડીવાયએસપીની તાકીદ મોરબી મહાપાલિકાની એક પણ સમિતિમાં પદ સ્વીકારવાનો દલવાડી સમાજના ચૂંટયેલા 8 કોર્પોરેટરોનો ઇન્કાર: જીલ્લા પ્રમુખને કરી રજૂઆત માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા નજીક ક્રેટા ગાડી ઊભી રખાવીને થારમાં આવેલા ચાર શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો: ગાડી પણ તોડી નાખી


SHARE











વાંકાનેરના જાલીડા નજીક ક્રેટા ગાડી ઊભી રખાવીને થારમાં આવેલા ચાર શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો: ગાડી પણ તોડી નાખી

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા યુવાનને સરનામું પૂછવાના બહાને તેની ગાડી ઉભી રખાવી હતી અને ત્યારબાદ થાર ગાડીમાંથી ઉતરેલા ચાર શખ્સોએ પાઇપ વડે ક્રેટા ગાડી ઉપર હુમલો કર્યો હતો અને ક્રેટા ગાડીના કાચના તોડ ફોડ કરી હતી ત્યાર બાદ ક્રેટા ગાડીમાં બેઠેલા યુવાનને પકડીને બહાર ખેંચીને તેને આડેધાર શરીર ઉપર પાઇપ વડે માર્યો હતો. જોકે તેવામાં ગામના ખેડૂતો ત્યાંથી પસાર થતા હોય તેને જોઈને માર મારી રહેલા શખ્સો પોતાના વાહનમાં બેસીને ત્યાંથી નાશી ગયા હતા અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાયેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા વિશાલભાઈ ઉર્ફે મુન્નાભાઈ માણસુરભાઈ લોહ જાતે રબારી (38) નામના યુવાને અજાણ્યા ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે જાલીડા ગામ નજીક આવેલા રામદેવપીરના મંદિર પાસેથી તે પોતાની ક્રેટા ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી થાર ગાડીમાં આવી રહેલા શખ્સે લાઈટ ડીમફૂલ કરી હતી જેથી તે લોકો રસ્તામાં ભૂલા પડ્યા હોય તેવું સમજીને ફરિયાદીએ પોતાની ગાડી ઉભી રાખી હતી અને થાર ગાડીમાં બેઠેલા શખ્સે નીચે ઉતરીને ફરિયાદીને સરનામું પૂછ્યું હતું અને ત્યારબાદ ગાડીમાંથી અન્ય ત્રણ શખ્સો પાઇપ સાથે નીચે ઉતાર્યા હતા અને બાદમાં ગાડી ઉપર તૂટી પડ્યા હતા અને ક્રેટા ગાડીને કાચમાં તોડફોડ કરી હતી.

ત્યારબાદ ફરિયાદ યુવાનને પકડીને ગાડીની બહાર કાઢીને તેને હાથે, પગે અને શરીર ઉપર આડેધડ પાઇપના ઘા મારીને ઇજા કરવામાં આવી હતી અને અજાણ્યા શખ્સો જ્યારે ફરિયાદીને માર મારી રહ્યા હતા ત્યારે વાડી તરફ જવા માટે ગામના ખેડૂતો નીકળ્યા હતા જેને જોઈને આ અજાણ્યા શખ્સો પોતાની થાર ગાડીમાં બેસીને ત્યાંથી નાસી ગયા હતા અને ઈજા પામેલા યુવાને ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો હાલમાં બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વધુમાં ફરિયાદી યુવાન સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે તે પોતાની ક્રેટા ગાડી લઈને જાલીડા ગામ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ભલગામડા નજીક થાર ગાડીવાળાઓનો તેને ઓવરટેક કર્યો હતો અને ત્યારબાદ રંગપર ગામના પાટીયા નજીકથી ફરિયાદીએ થાર ગાડી વાળાઓએ ઓવરટેક કર્યો હતો, ત્યાર બાદ થાર ગાડી વાળા શખ્સો જાલીડા ગામના પાટીયા પાસે પોતાની ગાડીને ઉભી રાખીને ત્યાં ઊભા હતા. અને ફરિયાદીએ પોતાની ગાડી જાલીડા ગામ તરફ વળી ત્યારબાદ આ શખ્સોએ તેની ગાડી તેની પાછળ ચલાવી હતી. જેથી આ શખ્સો રસ્તો ભૂલો પડ્યા હોય તેમ વાહનની લાઈટ ડિમ ફુલ કરતા ફરિયાદી વાહન ઊભું રહ્યું હતું અને ત્યાર બાદ તેના ઉપર અજાણ્યા ચાર શખ્સો તૂટી પડ્યા હતા. જોકે યુવાનને કયા કારણોસર માર મારવામાં આવ્યો છે ? તે રહસ્ય હજુ અકબંધ છે.






Latest News