મોરબીમાં ઉમિયા સર્કલ નજીક રોંગ સાઈડમાં આવેલ કારના ચાલકે રિક્ષાને હડફેટ લેતા ૬ ને ઇજા
મોરબીના લાલપર પાસે સ્કૂટરને હડફેટે લઇને વૃધ્ધનું મોત નીપજવનાર ડમ્પર ચાલકની ધરપકડ
SHARE









મોરબીના લાલપર પાસે સ્કૂટરને હડફેટે લઇને વૃધ્ધનું મોત નીપજવનાર ડમ્પર ચાલકની ધરપકડ
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક જનતા સુપર મોલની સામે નેશનલ હાઇવે રોડ ઉપરથી વૃદ્ધ પોતાનું એઇટી(સ્કુટર) લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેને હડફેટ લેતા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યુ હતુ અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પકડીને આગળની તજવીજ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં જય અંબે સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ કેશવદાસભાઈ દેવમુરારી જાતે બાવાજી (૪૪) એ થોડા દિવસો પહેલા અજાણ્યા ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી.જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેના પિતા કેશવદાસભાઈ દેવમુરારી જાતે બાવાજી મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે લાલપર ગામે આવેલ જનતા સુપર મોલ સામેથી તેમનું સ્કુટર લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે હડફેટે લેતા તેમનું મોત નિપજયુ હતુ.આ કેસની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા ચલાવતા હોય તેઓ દ્વારા અકસ્માત સર્જીને જે તે સમયે સ્થળ ઉપરથી ભાગી છૂટેલા ડમ્પર ચાલક જેસીંગ લાભુભાઈ શેખાણી જાતે કોળી (30) રહે.જાંબુડિયા ગામ શક્તિપરા વિસ્તાર તા.જી.મોરબીની ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ કરી હતી.
મારામારીમાં ઇજા થતા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર હોર્ન વગાડવા બાબતે થયેલ બોલાચાલીમાં યુવાન ઉપર ત્રણ લોકો દ્વારા હુમલો કરવામાં આવતા ઈજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા શરીફ હારૂનભાઈ કટિયા નામના 35 વર્ષના યુવાનને મોરબીના પંચાસર રોડ ખ્વાજા પેલેસ નજીક ગત તા.28-7 ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં આંખ અને માથાના ભાગે ઈજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તપાસ અધિકારી એમ.એચ.વાસાણીના જણાવ્યા મુજબ હોર્ન વગાડવા બાબતે બોલાચાલીનો બનાવ બન્યો હતો.જેમાં ત્રણ અજાણ્યા લોકો દ્વારા શરીફભાઈ કટીયાને માર મારવામાં આવ્યો હોવાનું હાલ સામે આવ્યું છે અને તે બાબતે આગળની તપાસ ચાલુ છે.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે ભડિયાદકાંટા નજીક આવેલ હનુમાન મઢૂલી પાસેથી બેભાન હાલતમાં દિનેશભાઈ નામના 25 વર્ષના યુવાનને 108 વડે સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવ્યા બાદ આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે
