મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જે કોઈએ દબાણ કર્યું હોય તેની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો: ધારાસભ્યો


SHARE













મોરબી જીલ્લામાં જે કોઈએ દબાણ કર્યું હોય તેની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરો: ધારાસભ્યો

મોરબી શહેરના વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ એસટી કચેરીના સભાખંડમાં આજે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને છેલ્લે મળેલ સંકલન સમિતિની બેઠકમાં રોડ રસ્તા અને સરકારી ખરાબાઓમાં કરવામાં આવેલા ભંગારના ડેલા વાળાઓના દબાણ હટાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને જે કોઈ જગ્યા ઉપર સરકારી ખરાબમાં, ગોચરની જગ્યામાં કે રોડ રસ્તા ઉપર ભંગાર વાળાના કે અન્ય દબાણ હોય તે અંગેનો સર્વે કરીને તે તમામને હટાવવા અને કોઈપણ જગ્યાએ દબાણ કરેલ હોય તેની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માટેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી અને ખાસ કરીને મોરબી જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો ધારાસભ્યો તરફથી એસપી સહિતના અધિકારીઓને કરવામાં આવ્યા હતા




Latest News