હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત


SHARE











માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત

માળીયા(મી) ના બગસરા ગામના પ્રાથમિક સુવિધા અને રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને પંચાયત, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ના બગસરા ગામની અનેક સમસ્યાઓને લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા કલેકટર કચેરીએ અનેક રજુઆત આવેદનપત્ર છેલ્લા ધણા વર્ષો આપવામાં આવે છે પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને પ્રાથમિક મુદ્દાઓ, રોજીરોટી અને આજીવિકા માટે સતત રજુઆત બાદ હવે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને ગામ પંચાયત અને કોળી ઠાકોર સમાજના પ્રમુખ તથા સમાજના અગ્રણીઓના  સહયોગથી અત્યાર સુધીમાં જેટલી રજૂઆતો કરેલ છે તેની નકલોની સાથે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યુ છે કે, આ ગામમાં પીવાનું પાણી પુરતુ આવતું નથી, ભાવપરથી બગસરાને જોડતો રસ્તો કરવામાં આવે અને બાળકોને આગળ અભ્યાસ કરવા માટે શાળાના સમયે એસટી બસની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત અપુરતી વિજળી, ગામમાં મોબાઈલ ઈન્ટરનેટની પુરતિ સુવિધા, ગામમા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવા, પંચાયતની હદમાં આવતી સરકારી પડતર ખરાબાની જમીનોમાં મંજુરી વગરના રસ્તા બનાવેલ છે તેને બંધ કરાવવા, મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગામના લોકોને રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા જમીન ફાળવી નથી જેથી આ સહિતના પ્રશ્નોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News