મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીના ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી ટંકારાના નેકનામ ગામે વાડી પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી હળવદમાં વડીલોપાર્જિત જમીન બાબતે આધેડ અને તેના પત્નીને કૌટુંબિક ભાઈઓએ આપો જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં ડબલ સવારી બાઇકને ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં હળવદના નવી જોગડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

ગુજરાત ન્યાય યાત્રા: ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણીની આજે મોરબીમાં સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ


SHARE

















ગુજરાત ન્યાય યાત્રા: ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણીની આજે મોરબીમાં સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બનેલી ચકચારી ઘટનાઓમાં હજુ સુધી ભોગ બનેલા પરિવારોને ન્યાય મળ્યો નથી. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્યની આગેવાની હેઠળ ગુજરાત ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. અને આ ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી આગામી 9 તારીખથી થવાનો છે તેને લઈને આજે મોરબીમાં સવારે 11:15 વાગ્યે જીગ્નેશભાઈ મેવાણીની સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે જેમાં ન્યાય યાત્રા કયા કયા વિસ્તારમાંથી કઈ રીતે આગળ વધશે. તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ ક્યાંથી અને કેવી રીતે આ ન્યાય યાત્રામાં જોડાશે તેની માહિતી આપવામાં આવશે અને આ તકે મોરબી ઝુલતાપ દુર્ઘટનાના ભોગ બનેલા કેટલાક પરિવારો પણ ત્યાં હાજર રહેશે.

જે રીતે તા 111/8/1979 નો દિવસ કે જયારે મોરબીમાં હોનારત આવ્યું હતી તે દિવસને મોરબીના લોકો ક્યારેય ભૂલી શકે નહીં, તેવી જ રીતે તા 30/10/2022 નો દિવસ પણ મોરબીના લોકો ક્યારેય ભૂલી શકતો નહીં. કારણ કે, આ દિવસે મોરબીમાં મચ્છુ નદી ઉપર રજવાડાના સમયમાં બનાવવામાં આવેલ ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને આ ઝુલતો પુલ તૂટી પડવાના કારણે એક બે નહીં પરંતુ 135 જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા. જેમાં બાળકો, મહિલાઓ, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો, યુવાનો સહિતનાઓનો સમાવેશ થાય છે. અને આ ઘટનાને પોણા બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં પણ આજની તારીખે દોષિતોને સજા કરવામાં આવી નથી અને આવી જ રીતે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર બનેલી ઘટનાઓમાં દોષિતોને સજા થયેલ નથી. ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તે માટે થઈને ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી ઝુલતાપુલ દુર્ઘટના, વડોદરા હરણી દુર્ઘટના, સુરતની તક્ષશિલા દુર્ઘટના તેમજ રાજકોટ ગેમઝોન ની દુર્ઘટના આવી અનેક ઘટનાઓ કે જેમાં અનેક લોકોના મૃત્યુ નીપજ્યા છે. અને ગુજરાત સરકારે તાકાલિક સીટની રચના કરી હોવા છતાં પણ આજની તારીખે દોષિતોને સજા થયેલ નથી ! ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને દોષિતોને સજા થાય તે માટે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપવા માટે આજે મોરબીના સર્કિટ હાઉસ ખાતે 11:15 વાગ્યે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી તેમજ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. 9 થી ગુજરાત ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થવાનો છે તેની માહિતી આપવામાં આવશે. તેની સાથોસાથ આ ન્યાય યાત્રા કયા વિસ્તારમાં કઈ રીતે આગળ વધશે ?, તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ આ ન્યાય યાત્રામાં ક્યારે ક્યાં અને કેવી રીતે જોડાશે તે સહિતની વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે.




Latest News