વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબીના ઉદ્યોગકારોને જીપીસીબીની નોટિસ મુજબનો દંડ ભરવાનો થાય તો સિરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જશે: હરેશભાઈ બોપલિયા
SHARE
મોરબીના ઉદ્યોગકારોને જીપીસીબીની નોટિસ મુજબનો દંડ ભરવાનો થાય તો સિરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જશે: હરેશભાઈ બોપલિયા
મોરબીમાં અગાઉ કારખાનામાં કોલગેસનો ઉપયોગ કરતાં હતા. તેને એનજીટીના આદેશ પછી તુર્તજ સિરામિક ઉદ્યોગકારોએ બંધ કરી દીધો હતો. પરંતુ એનજીટીના આદેશ પછી જીપીસીબીએ મોરબીના 550 થી વધુ ઉદ્યોગકારોને 460 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. જેની સામે ઉદ્યોગકારોએ હાઇકોર્ટમાં વાંધો પણ લીધેલ છે. તેવામાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખનો સંપર્ક કરતાં તેને કહ્યું હતું કે, જો મોરબીના ઉદ્યોગકારોને જીપીસીબીએ કરેલ દંડ મુજબની રકમ ભરવાની થશે તો મોરબીના સિરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જશે.
મોરબી પંથકમાં વર્ષ 2017 માં નેશનલ એનવાયર્મેન્ટ એન્જીન્યરીંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (એનજીટી)ની ટીમ મોરબી આવી હતી. ત્યારે જુદાજુદા વિસ્તારમાંથી દુષિત પાણી અને માટીના નમુના લેવામાં આવ્યા હતા. તે સમયે કેમિકલયુક્ત પાણી, ટાર વેસ્ટનો જાહેરમાં આડેધડ નિકાલ કરવામાં આવતો હતો જેથી એનજીટી કોર્ટમાં સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતા કોલગેસી ફાયરનો કેસ ચાલી જતા કોર્ટે તમામ કોલગેસી ફાયરને બંધ કરવામાં માટે આદેશ કર્યો હતો. જેથી કોલગેસી ફાયરને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ દિલ્હી હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં રચવામાં આવેલ કમિટી દ્વારા કરાયેલા રીપોર્ટના આધારે મોરબીના 550 થી વધુ કારખાનાને 460 કરોડથી વધુનો દંડ ઝીકવામાં આવ્યો હતો. અને જીપીસીબી દ્વારા કરવામાં આવેલ દંડ સિરામિક ઉદ્યોગકારો માટે અન્યાયકર્તા હતો. અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાંભળ્યા વગર જ જીપીસીબી દ્વારા એક તરફી દંડ ઝીકી દીધો હતો જેથી કરીને ઉદ્યોગકારો હાઇકોર્ટમા ગયા હતા અને તે કેસમાં આગામી 20 તારીખની મુદત હોવાની આગેવાનો પાસેથી જાણવા મળેલ છે.
જો કે, તે પહેલા મોરબીના ઉદ્યોગકારોને કરવામાં આવેલ દંડની રકમના 25 ટકા ભરવા માટેની નોટિસો હાલમાં જીપીસીબી દ્વારા આપવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, વર્ષ 2021 માં પણ આવી જ નોટિસ ઉદ્યોગકારોને આપવામાં આવી હતી જોકે, ઉદ્યોગકારોને સાંભળ્યા વગર જ દંડ કરવામાં આવેલ છે તેની સામે ઉદ્યોગકારોને વાંધો છે એટ્લે જ તો હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. ત્યારે આ મુદે આ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીમાં સપડાયો છે અને 200 જેટલા કારખાના બંધ થઈ ગયા છે. તેમજ 150 જેટલા કારખાના બંધ થવાની તૈયારીમાં છે. તેવા સમયે જો આ દંડની રકમ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ભરવાની થાય તો મોરબીના સિરામિક ઉદ્યોગનો મૃત્યુઘંટ વાગી જશે.