હળવદ નજીક કેમિકલ ચોરીના બનાવમાં 63.17 લાખનો મુદામાલ કબજે કર્યો, ફરિયાદ માત્ર 4,830 ની નોંધાઈ !
મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન
SHARE









મોરબીની સુમતીનાથ સોસાયટીનો ગટરનો પ્રશ્ન પાલિકા ન ઉકેલેતો કોંગ્રેસ કરશે આંદોલન
મોરબી શહેરનાં વાવડી રોડ પર આવેલ સુમતીનાથ સોસાયટીમાં બાજુનાં ખેતરમાંથી વરસાદી પાણી નિકાલ માટે આ સોસાયટીની ગટરમાં દાદગીરી પૂર્વક કનેક્શન આપી દેવામાં આવેલ છે જેથી કરીને આ સોસાયટીનાં રહેવાસીઓનાં ઘરમાં પાણી નીકળે છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા શહેર કોંગ્રેસની ટીમનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી કરીને કોંગ્રેસના શહેરના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના ત્યાં ગયા હતા અને આ મુદે મોરબી નગરપાલીકાનાં ચીફઓફીસરને ફોન કરી માહિતગાર કર્યા હતા અને જો પાલીકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

