મોરબી શહેર-તાલુકા અને વાંકાનેર શહેરમાં જુગારની પાંચ રેડ: ત્રણ મહિલા સહિત કુલ 21 પકડાયા, એક ફરાર
હળવદના કોયબા ગામે વાડીએ ભૂલથી ઝેરી દવાવાળું પાણી પી ગયેલ બાળકીનું સારવારમાં મોત
SHARE
હળવદના કોયબા ગામે વાડીએ ભૂલથી ઝેરી દવાવાળું પાણી પી ગયેલ બાળકીનું સારવારમાં મોત
હળવદ તાલુકાના કોયબા ગામે વાડીએ રહીને મજૂરી કામ યુવાનની દીકરી ભૂલથી ઝેરી દવા વાળું પાણી ગઈ પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં જયસુખભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ રણમલભાઈ તડવી (36) ની દીકરી હેતલબેન અશોકભાઈ તળવી (14) વાડીએ હતી ત્યારે ભૂલથી તે ઝેરી દવા વાળું પાણી પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને આ બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક બાળકીના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
એક બોટલ દારૂ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 1000 ની કિંમતની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ તેમજ સ્કૂટર નંબર જીજે 36 એએચ 0013 જેની કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 51,000 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી આશિષભાઈ રાણાભાઇ વિરડા જાતે બોરીચા આહીર (31) રહે કાલિકા પ્લોટ રાજબેક વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.