મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી) ના નાના-મોટા દહીસરા વચ્ચે ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE













માળીયા (મી) ના નાના-મોટા દહીસરા વચ્ચે ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરાથી મોટા દહીસરા વચ્ચે જતા રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમમાં ખસેડવામાં આવ્યો હતો. અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે આવેલ શ્રીકૃષ્ણ પેટ્રોલિયમ ખાતે રહેતા વિદેશી રાજકુમારસિંગ (40) નામનો યુવાન નાના દહીસરા થી મોટા દહીસરા ગામ વચ્ચે પસાર થતી રેલ્વે લાઈન ઉપર ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ અકસ્માતના બનાવની મૃતક યુવાનના સગા સંબંધીને જાણ કરીને તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો યુવાન મેહુલભાઈ હીરાભાઈ માયાણી (20) પોતાનું બાઈક લઈને ઘરેથી ઓફિસે જવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તેના બાઈકની આડે કૂતરું ઉતરતા અકસ્માત થયો હતો જેમાં મેહુલભાઈને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માર માર્યો

મોરબીની સોસાયટીમાં રહેતા ગોહિલ રામભાઈ બાબુભાઈ (37) નામના યુવાનને સિધ્ધરાજભાઈ બચ્ચા દ્વારા કળા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને ઈજા થઈ હતી અને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા વધુમાં જાણવા મળતી પ્રમાણે નિત્યાનંદ સોસાયટી પાસે ચોકમાં આવેલ ડેરી નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News