મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની ફેમિલી કોર્ટે ભરણ પોષણની રકમ વસૂલ કરવાની અરજીમાં આરોપીને ફટકારી સજા


SHARE









મોરબીની ફેમિલી કોર્ટે ભરણ પોષણની રકમ વસૂલ કરવાની અરજીમાં આરોપીને ફટકારી સજા

મોરબીની ફેમીલી  કોર્ટમાં કરવામાં આવેલ ભરણ પોષણની રકમ વસૂલ કરવાની અરજીમાં આરોપીને ૧૬૫ દીવસની સાદી કેદનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબી ફેમીલી  કોર્ટમાં અરજદાર વનીતાબેન નારણભાઈ વાઘેલાએ તેમના પતી નારણભાઇ પોપટભાઈ વાઘેલા સામે ચડત ભરણ પોષણની રકમ ૨૦,૦૦૦ વસુલ મેળવવા અરજી કરી હતી. જે અરજીના કામે સામાવાળાએ ચડત ભરણ પોષણની ૨કમ અરજદારને ચુકવેલ ન હોવાથી મોરબીની ફેમીલી કોર્ટે નારણભાઈ પોપરભાઈ વાઘેલાને ૧૬૫ દીવસની સાદી કેદનો હુકમ કરેલ છે આ કેસમાં અરજદારના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એન્ડ નોટરી ભાવેશ ડી. ફુલતરીયા તેમજ રાજેશ જે. જોષી રોકાયેલા હતા.

જ્યારે બીજા કેસમાં મો૨બી તાલુકાના પંચાસર ગામના નરેશભાઈ વશરામભાઈ પટેલએ કંચનબેન વાલજીભાઈ પટેલ વિગેરે સામે કલેકટર મોરબી સમક્ષ રીવીઝન અરજી નંબર ૮/૨૩ થી પંચાસર ગામના સ.ન.૭૫૦ ની ખેતીની જમીન અંગેની નોંધ નંબર ૧૪૧૮, ૨૧૪૦, ૨૬૩૨, ૩૦૬૪, ૩૮૮૪, ૫૧૭૭ માં સર્વે નંબર ૭૫૦ ના બદલે સર્વે નંબર ૧૦૯ મુજબ સુધારો કરી તેનું માપ એ. ૫-૦૫ ગુઠા પ્રમાણે સુધારો કરવા તથા સર્વે નંબર ૧૦૯ નું પાનું બંધ કરવા રેકર્ડ દુરસ્ત કરવા અંગે અપીલ અરજી કરેલ હતી જે અપીલ અરજીના સામાવાળા કંચનબેન વાલજીભાઇ વિગેરે તથા આશીષભાઈ મહાદેવભાઈ વિગેરેના વકીલ ભાવેશભાઈ ડી. ફુલતરીયા તેમજ આર.જે. જોષીની કાયદાકીય અને રેવન્યુ રાહી ધારદાર દલીલો તેમજ કાર્યક્ષેત્રના મુદ્દે તેમજ કાયદાકીય વિગતોને ધ્યાનમાં લઈને અરજદારની આ રીવીઝન અરજી નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ છે.




Latest News