મોરબીના વેપારીએ તેની પત્ની અને દીકરાની સાથે આર્થિક મુશ્કેલીઓથી કંટાળીને આપઘાત કર્યો: તપાસમાં ઘટસ્ફોટ
મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ: અમિતભાઇ ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો પીડીત પરિવારને સાથે રાખી ગાંધીનગર જવા રવાના
SHARE
મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ: અમિતભાઇ ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો પીડીત પરિવારને સાથે રાખી ગાંધીનગર જવા રવાના
ગુજરાત ન્યાય પદયાત્રા આજે મોરબીથી ગાંધીનગર જવા માટે રવાના થયેલ છે જો કે, ત્યાર પહેલા મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણી પ્રગતિબેન આહીર, અમીબેન વિગેરે આગેવાનોની હાજરીમાં સભા યોજાઈ હતી અને ગુજરાતની અંદર બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં આજ દિવસ સુધી કોઈ આરોપીને સજા થયેલ નથી જેથી કરીને દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળે, તેઓને પૂરતું વળતર મળે અને આરોપીઓને સજા મળે તેવી માંગ સાથે આ ગુજરાતની ન્યાય યાત્રાને અહીંથી શરૂ કરવામાં આવી છે જે આગામી તા.23 ના રોજ ગાંધીનગર ખાતે પહોચશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલની સુચનાનુસાર ૯ ઓગસ્ટથી મોરબી ખાતેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ "ગુજરાત ન્યાય પદયાત્રા" શરુ કરવામાં આવી છે જેમાં વડોદરા હરણી બોટ કાંડ, મોરબી ઝુલતા પુલ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવા અનેક બનાવોના ભોગ બનેલા પરિવારોને ન્યાય આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે અને આ ગુજરાત ન્યાય યાત્રાનો આજે મોરબીથી પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પ્રગતિબેન આહીર, અમીબેન, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માજી ધારાસભ્ય-ગુજરાત પ્રદેશ સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા સહિતના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ઝુલતાપુલ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ છે કે, ભાજપના ભ્રષ્ટાચારના લીધે આ ઘટનાઓ બનેલ છે જેથી ભોગ બનેલા પરિવારો ન્યાય માટો રજડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેમનો અવાજ બનીને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવશે અને પિડીત પરિવારોને ન્યાય અપાવશે.માજી ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણાએ કહ્યુ હતુ કે ગુજરાતમાં અધિકારીઓ અને કર્મચારીઓનો આત્મા મરી ગયો છે.આ ન્યાય યાત્રા મોરબીથી આજ સવારે નવ વાગ્યે ઝૂલતા પુલનો દરબાર ગઢ પાસેનો જે છેડો છે ત્યાંથી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા મોરબીથી પ્રસ્થાન કરીને ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થઇને ગાંધીનગર ખાતે ૩૦૦ કિલો મિટરનું અંતર કાપીને પહોચશે અને ત્યાં યાત્રાનું સમાપન થશે.આ યાત્રામાં ક્રમશ: સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસનાં તમામ જીલ્લા અને શહેર પ્રમુખઓ સહિતના કોંગ્રેસનાં સૈનિકો જોડાશે તેવું આયોજન હાલમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જે દુર્ઘટનાઓ છેલ્લા વર્ષોમાં બનેલ છે તેમાં સૌથી વધુ લોકો મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં હોમાયા હતા જેથી કરીને આ યાત્રાનું પ્રસ્થાન મોરબીથી કરવામાં આવી રહ્યું છે. અને જે લોતોના જીવ ગયેલ છે તેમના પરિવારજનોને આજે પણ ન્યાય મળેલ નથી જેથી મોરબીથી ન્યાય માટે આ યાત્રા કાઢવામાં આવી છે. અને કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં બનેલ ઘટનામાં લોકોને ન્યાય અપાવવા માટે જો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવા પડે, વિધાનસભા કે સંસદમાં અવાજ ગુંજતો કરવો પડે તો તેના માટે અમે લોકો તૈયાર છીએ અને આ ઘટનાઓમાં પીડિત પરિવારોની માંગ મુજબ પ્રમાણિક, નિષ્પક્ષ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, અને પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવશે.









