મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને મહિલાનું મોત નિપજાવનાર અજાણ્યા રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના ત્રાજપરમાં બે અને લાયન્સનગરમાં એક જુગારની રેડ: 6 મહિલા સહિત 11 વ્યક્તિઓ પકડાયા
SHARE
મોરબીના ત્રાજપરમાં બે અને લાયન્સનગરમાં એક જુગારની રેડ: 6 મહિલા સહિત 11 વ્યક્તિઓ પકડાયા
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્રાજપર વિસ્તારમાં બે અને નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં એક આમ કુલ મળીને જુગારની ત્રણ રેડ કરવામાં આવી હતી. ત્યારે કુલ મળીને 6 મહિલા સહિત 11 વ્યક્તિઓને જુગાર રમતા પકડવામાં આવ્યા હતા. અને પોલીસે તેની પાસેથી કુલ મળીને 12,450ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે.
મોરબીમાં ત્રાજપર પાસે ઓરિએંટલ બેન્ક વાળી શેરીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રાયધનભાઈ મોહનભાઈ સાતોલા 51, મંજુબેન દિનેશભાઈ સનુરા 55 અને હંસાબેન કિશોરભાઈ રાઠોડ 50 રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 1,290 રૂપિયાની રોકડ કબજે કરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ ત્રાજપરમાં છેલ્લી શેરીમાં કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રીટાબેન અશોકભાઈ માનેવાડીયા 28, જશીબેન કાબાભાઈ સનુરા 65 અને પ્રકાશભાઈ ઉર્ફે ગુડ્ડ પ્રવીણભાઈ મકવાણા 20 રહે. બધા મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,740 ની રોકડ કબજે કરી હતી અને જુગારની ત્રીજી રેડ મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં મંદિરની પાછળ કરવામાં આવી હતી. ત્યારે જાહેરમાં જુગાર રમતા સિરાજઅલી અમીનઅલી મીનસરીયા 36, પ્યારઅલી કરમાઅલી જેસાણી 70, રમેશભાઈ રામજીભાઈ ઇન્દરીયા 50, જોહરાબેન અમીનભાઈ મીનસરિયા 55 અને લાભુબેન રમેશભાઈ ઇન્દરિયા 48 રહે બધા મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 9,420 ની રોકડ કબજે કરી હતી.