મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને મહિલાનું મોત નિપજાવનાર અજાણ્યા રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને મહિલાનું મોત નિપજાવનાર અજાણ્યા રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર દંપતી બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે રીક્ષા ચાલકે બાઈકને હડફેતે લેતા અકસ્માત થયો હતો. ત્યારે બાઈકમાંથી નીચે પડી જવાના કારણે મહિલાને માથામાં અને શરીરે ઇજા થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું અને અકસ્માત કરીને અજાણ્યો રીક્ષા ચાલક નાસી ગયો હોય હાલમાં ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વગડીયા ગામના રહેવાસી રોહિતભાઈ બાબુભાઈ ઓગણીયા (22) એ અજાણ્યા સીએનજી રીક્ષાના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ પંજાબ નેશનલ બેંક સામેથી તેઓ પોતાના પત્ની કાજલબેન (21) સાથે બાઈક નંબર જીજે 13 જી 11332 માં પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા સીએનજી રીક્ષાના ચાલકે તેઓનો બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ત્યારે બાઈકમાં બેઠેલ ફરિયાદીના પત્ની કાજલબેનને પગમાં રીક્ષા અથડાતા તેને ગંભીર ઇજા પગમાં થઈ હતી. અને રોડ ઉપર પડવાથી માથામાં પણ ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એ. ગઢવી ચલાવી રહ્યા છે.






Latest News