માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ


SHARE











મોરબીમાં સતવારા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા ફોર્મ વિતરણ શરૂ

શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિના ધો. ૯ થી કોલેજમાં તેમજ ઉચ્ચ અભ્યાસ કરતા હોય અને વર્ષ ૨૦૨૪ માં વાર્ષિક પરીક્ષા પાસ કરેલ છે તેવા વિદ્યાર્થી ભાઈ-બહેનોને શૈક્ષણિક પુરસ્કાર-ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. જેથી વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સંસ્થાના કાર્યકરો પાસેથી ફોર્મ મેળવીને ભરીને પાછા આપવાના રહેશે.

આ ફોર્મ માધાપર વિસ્તારમાં વિજયભાઈ ડાભી, જયેન્દ્રભાઈ કંઝારિયા, વાઘપરામાં પ્રકાશભાઈ સોનગરા, કેતનભાઇ પરમાર, વજેપરમાં ગોવિંદભાઈ હડીયલ, તરુણભાઈ પરમાર, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ કનઝારિયા, યોગેશભાઈ ડાભી, વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ ચાવડા, ધીરુભાઈ પરમાર, ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ કંઝારિયા તેમજ પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઇ ડાભી પાસેથી મેળવી લેવાના છે અને પાછા ત્યાં જ ભરીને છેલ્લી તા. ૧૩-૮ સુધીમાં આપવા રહેશે. આ ઉપરાંત ITI માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની હોય તેઓ પણ ફોર્મ ભરીને પહોંચાડી આપવા તેવું સંસ્થાના પ્રમુખ ડો. લખમણભાઇ કંઝારિયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News