માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીની મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો


SHARE











મોરબીની મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો 

મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત માળીયા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટીબરારના 21 સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં બાજી મારી હતી. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધલેખન, ચિત્રકામ, લોકગીત, ભજન, તબલા અને લોકવાર્તા જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. અને જુદીજુદી સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓમાં કાનગડ તેજસ્વી, મકવાણા સંધ્યા, બોરીચા દર્શના, સારદીયા અસ્મિતા, ઝાલા સુનિતા, પરમાર લીના, સાલાણી સુનિલ, વિરડા નિમેષ, પરમાર રેહાન, ચાવડા ટીયા, મુછડીયા કવિતા, પરમાર નિશા, વેકરીયા સંગીતા, ડાંગર દિપ, કુવરીયા હિરલનો સમાવેશ થાય છે. આ સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન. વીડજા અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ હતા અને જિલ્લા કક્ષાએ ઉજ્જ્વળ સફળતા માટેની શુભેચ્છાઓ આપી હતી.




Latest News