મોરબી શહેર, તાલુકા અને માળીયામાં જુગારની ચાર રેડ: સાત મહિલા સહિત 19 પકડાયા
મોરબીમાંથી દારૂની 36 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એક પોલીસને જોઈને નાશી છૂટ્યો
SHARE
મોરબીમાંથી દારૂની 36 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એક પોલીસને જોઈને નાશી છૂટ્યો
મોરબીના લાતી પ્લોટ શેરી નં. 5/6 ની વચ્ચેથી ડબલ સવારી બાઈક પસાર કર્યું હતું તે બાઇકને પોલીસ દ્વારા રોકાવામાં આવતા બાઈક ઉપર બેઠેલા બેમાંથી એક શખ્સ નાસી છૂટ્યો હતો અને પકડાયેલા શખ્સને ચેક કરતાં તેની પાસેથી પોલીસે દારૂની 36 બોટલ કબજે કરી હતી અને દારૂ તેમજ બાઇક મળીને 94,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને નાસી છૂટેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં. 5/6 ની વચ્ચેથી ડબલ સવારી બાઈક નંબર જીજે 36 એજી 4383 લઈને બે શખ્સો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેને રોકવા માટે પોલીસે પ્રયાસ કર્યો હતો. ત્યારે બાઈકમાં બેઠેલ બે પૈકીનો એક શખ્સ નાશી ગયો હતો જોકે, પકડાયેલા શખ્સને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 36 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 44,700 ની કિંમત નો દારૂનો જથ્થો તથા 50000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 94,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આરોપી અબ્દુલભાઈ હાજીભાઈ શાહમદાર (38) રહે. જુના બસ સ્ટેશન પાછળ ઈદ મસ્જિદમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેની સાથે શાહરૂખ રહે. મોરબી વાળો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને બંને શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને નાશી ગયેલ શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બે બોટલ દારૂ
મોરબીના એસપી રોડ ઉપર આવેલ લેવલ અપ ગેમ ઝોનની બાજુમાં જાહેરમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે મોંઘીદાટ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,000 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી. અને આરોપી દિવ્યેશભાઈ પ્રાગજીભાઈ બાથાણી (34) રહે. રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી મારુતિ એપાર્ટમેન્ટ મોરબી વાળાની ધરપકડ કરી હતી. અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.