મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

સરકારે હજુ સુધી વિદ્યાર્થીનીઓને આપવાની થતી સાયકલો કોન્ટ્રાક્ટર પાસેથી સ્વીકારી જ નથી: મોરબીમાં અધિકારીનો મોટો ખુલાસો


SHARE









સરકારે હજુ સુધી વિદ્યાર્થીનીઓને આપવાની થતી સાયકલો કોન્ટ્રાક્ટર પાસેથી સ્વીકારી જ નથી: મોરબીમાં અધિકારીનો મોટો ખુલાસો

સમગ્ર ગુજરાતમાં શિક્ષણ મેળવવા માટે થઈને જતી બક્ષિપંચની વિદ્યાર્થીનીઓને સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે અને તે પ્રકારની સાઇકલો મોરબી જિલ્લામાં મોરબી અને હળવદ ખાતે છેલ્લા ઘણા સમયથી તૈયાર પડી છે અને તે ભંગાર થઈ રહી છે ત્યારે આ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓનું મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે "સરકાર દ્વારા હજુ સુધી આ સાયકલો કોન્ટ્રાક્ટર પાસેથી સ્વીકારવામાં આવી નથી અને ભવિષ્યમાં જ્યારે પણ સાયકલો લેવામાં આવશે ત્યારે સારી ગુણવત્તાની સાયકલો હશે તે જ વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે"

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા ધોરણ 9 માં અભ્યાસ કરતી એસી, બીસી અને ઈબીસી માં આવતી વિદ્યાર્થીનીઓને સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે વર્ષ 2022-23 માં મોરબી જિલ્લામાં કુલ મળીને 2200 વિદ્યાર્થીનીઓને સરકારની યોજના અંતર્ગત સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ છાત્રાલયના મેદાનમાં તેમજ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર જુદી જુદી બે જગ્યા ઉપર લગભગ 2000 જેટલી સાયકલો ભંગારની જેમ પડી હોય અને ધૂળ ખાઈ રહી છે તેવું સામે આવ્યું છે 

 

ત્યારે આ બાબતે મોરબી જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયાનો સંપર્ક કરતા તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, આ સાયકલ સરકારે સ્વીકારી જ નથી અને ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની થશે ત્યારે સારી કન્ડિશનની જે સાયકલો હશે તે જ વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષ 2023-24 માટે 1900 વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની હતી પરંતુ સાયકલો સમયસર મળી ન હતી અને ગાંધીનગરથી ડીલે થયું હતું.

મોરબી જીલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક ડી.એમ.સાવરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે, ચાલુ વર્ષે હીરો ઇકો ટેક નામની કંપનીને સાયકલો આપવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જોકે સમગ્ર ગુજરાતની અંદર એક પણ જગ્યાએ આ એજન્સી પાસેથી સાયકલો સ્વીકારવામાં આવી નથી. અને ટેકનિકલ બાબતના ઇસ્યુ હોવાના કારણે સરકારમાંથી જ સાયકલ ન સ્વીકારવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જેથી કરીને હાલમાં જે સાયકલો મોરબીના જુદા જુદા વિસ્તારમાં તેમજ ગુજરાતના અલગ અલગ સેન્ટરો ઉપર ધૂળ ખાઈ રહી છે અથવા તો ભંગાર થઈ રહી છે તેમાં સરકારની કોઈ જવાબદારી નથી. 




Latest News