મોરબીના નવા સાદુળકા ગામે ઘરમાં ઝેરી દવા પી યુવાને અંતિમ પગલુ ભર્યુુ
મોરબીના મકનસર ગામે ઘરમાં યુવતીએ અંતિમ પગલુ ભર્યુ
SHARE







મોરબીના મકનસર ગામે ઘરમાં યુવતીએ અંતિમ પગલુ ભર્યુ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકલનસર ગામ પાસે ભક્તિનગરમાં રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ તેના મૃત દેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના મકનસર ગામે આવેલ ભક્તિનગરમાં રહેતા બચુભાઈ સુરેલાની 22 વર્ષની દીકરી હેતલબેન સુરેલા એ પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈપણ કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે અને યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
એક બોટલ દારૂ સાથે એક પકડાયો, બેની શોધખોળ
ટંકારા તાલુકાના સાવડી ગામના પાટીયા પાસેથી પસાર થતી કાર નંબર જીજે 36 બી 0823 ને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને 320 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા દોઢ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 1,50,320 ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી નવઘણભાઈ નથુભાઈ છીપરીયા (28) રહે ઓટાળા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂની બોટલ જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલા રહે. જોધપર ઝાલા તાલુકો ટંકારા વાળા પાસેથી મંગાવતા બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા રહે. જોધપર ઝાલા વાળો દારૂની બોટલ આપી ગયેલ હતો જેથી આ ત્રણેય શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
