મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ઘાટીલા ગામે ખેતરના સેઢા પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







માળીયા (મી)ના ઘાટીલા ગામે ખેતરના સેઢા પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ખેતરના સેઢા પાસે બાવળની કાંટમાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂના ઘાટીલા ગામે સુખદેવભાઈ ઉપાસરિયા ના ખેતરના સેઢા પાસે બાવળની કાંટમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી દેશી બનાવટની જામગરી એક બંદૂક મળી આવતા પોલીસે 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સુખદેવભાઈ દેવશીભાઈ ઉપાસરીયા (27) રહે જુના ઘાટીલા તાલુકો માળીયા વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર શા માટે તે પોતાની પાસે રાખતો હતો અને ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે

જીનપરા નજીક જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેરમાં જીનપરા સાતનાલા પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સમીરભાઈ ઉર્ફે સમલો ઈકબાલભાઈ મેમણ, અનિલભાઈ ધીરુભાઈ વિઝવાડીયા, વિપુલભાઇ કાળુભાઈ કોળી, રફિકભાઈ જુમાભાઇ કુરેશી અને સલીમભાઈ રસુલભાઇ બાવરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા 2,130 અને મોબાઈલ ફોન મળીને કુલ 6,130 નો મુદ્દામાલ કબજે કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News