મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ નજીક બે કારખાનામા ગેરકાયદે પાણીના કનેક્શન લઈને પાણીચોરી


SHARE









ટંકારાના નેકનામ નજીક બે કારખાનામા ગેરકાયદે પાણીના કનેક્શન લઈને પાણીચોરી

ટંકારા તાલુકાના નેકનામ ગામ પાસેથી પસાર થતી બેડીથી જોધપર ઝાલા ગામ તરફની જૂથ યોજનાની પાણીની લાઈનમાં ગેરકાયદેસર ભંગાણ કરવામાં આવ્યું હતું અને પાણી ચોરી કરવામાં આવતી હતી તેમજ પાણીનો બગાડ કરતાં હતા જેથી કરીને હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા બે કારખાનેદારની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા કોન્ટ્રાક્ટર ચિરાગભાઈ પ્રભુભાઈ કામરીયા (35)એ હાલમાં શુભ એન્ટરપ્રાઇઝ કારખાનુ અને એડન પોલિપેક કારખાનાના જવાબદાર વ્યક્તિઓની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાણી ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના નેકનામ ગામ પાસે જીઇબીના સબ સ્ટેશન પાસેથી ટંકારા જૂથ યોજનાની બેડી થી જોધપર ઝાલા જતી 200 એમએમ પીવીસીની પાણીની પાઇપ લાઇનમાં ગેરકાયદેસર રીતે ભંગાર કરીને પાણીની ચોરી અને પાણીનો બગાડ કરવામાં આવતો હતો અને આ લાઈનની મરામત અને નિભાવની કામગીરી શ્યામ કન્સ્ટ્રકશનને આપવામાં આવેલ છે જેથી હાલમાં કોન્ટ્રાક્ટરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાણી ચોરી કરી રહેલા બે કારખાનદારોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે. આ અંગેની આગળની વધુ તપાસ આર.એન, કંઝારીયા ચલાવી રહ્યા છે.




Latest News