મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષા ઊભી ન રાખતા યુવાનને બે શખ્સોએ લાકડી-ઢીકાપાટુનો માર માર્યો


SHARE









મોરબીમાં રિક્ષા ઊભી ન રાખતા યુવાનને બે શખ્સોએ લાકડી-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના ગોકુલનગરમાં બાપાસીતારામની મઢૂલી પાસેથી રીક્ષા લઈને પસાર થયેલા યુવાનને રીક્ષા રોકવા માટે થઈને ઈશારો કર્યો હતો જોકે,તેને રીક્ષા ઉભી રાખી ન હતી જેથી બે શખ્સો દ્વારા તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ લાકડી વડે તેને માર મારવામાં આવ્યો હતો તેમજ ગાળો આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ગોકુલનગર બાપા સીતારામ મઢુલી પાસે રહેતા પ્રવીણભાઈ નારણભાઈ કંઝરિયા (32) એ હાલમાં અર્જુનભાઈ સલાટ રહે. દલવાડી સર્કલ મોરબી અને સચિન દેગામા રહે. વીસીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, બાપાસીતારામની મઢુલી પાસેથી તે રીક્ષા લઈને પસાર થતો હતો. ત્યારે આરોપીઓએ રીક્ષા ઉભી રાખવા માટે થઈને ઈશારો કર્યો હતો, ત્યારે ફરિયાદીએ રીક્ષા ઉભી ન રાખતા બંને આરોપીઓએ તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારે અર્જુને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને સચિને તેના હાથમાં રહેલ લાકડી વડે માર માર્યો હતો અને માથામાં ઇજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી




Latest News