મોરબીમાં હોમગાર્ડના જવાન-માહિતી ખાતાના કેમેરામેનનું સન્માન કર્યું
SHARE
મોરબીમાં હોમગાર્ડના જવાન-માહિતી ખાતાના કેમેરામેનનું સન્માન કર્યું
મોરબીમાં છેલ્લા 20 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા પ્લાટુન કમાન્ડર બ્રિજેશ ચંદ્રકાંતભાઈ પંડ્યાને મુખ્યમંત્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 15 મી ઓગસ્ટની ઉજવણી દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને આજે રાજભવન ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં ઉસપસ્થિત રહેવા માટે આમંત્રણ મળતા પ્લાટુન કમાન્ડર બ્રિજેશભાઈ પોલીસ પરેડ ગ્રાઈન્ડ ખાતે પરેડ પૂર્ણ કર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. આવી જ રીતે મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના હસ્તે જિલ્લા માહિતી કચેરીના કેમેરામેન ભરતભાઈ ફૂલતરિયાનું તેમની કારકિર્દીના મહત્વના વર્ષો મોરબી ખાતે પસાર કરી સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેકવિધ કાર્યકમો સફળાપૂર્વક પાર પાડવા માટે સન્માન કરવામાં આવ્યું હતું.