માળીયા (મી)ના દેવ સોલ્ટ દ્વારા ૩૩૦૦ વિદ્યાર્થીઓને રાઈટીંગ પેડનું વિતરણ
મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાતંત્ર પર્વ નિમિતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાતંત્ર પર્વ નિમિતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા બસ સ્ટોપ સામે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીઢ ગાંધીવાદી મીઠાબાપા અણદાભાઈ (૯૯) હાજર રહ્યા હતા અને તેઓનાં હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્ર વિડજા, ટંકારાથી જીલ્લા પંચાયત સદસ્ય અને મોરબી જીલ્લા પંચાયત વિપક્ષ નેતા ભુપતભાઈ ગોધાણી,પ્રદેશ મહામંત્રી મનોજભાઈ પનારા, યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, જીલ્લા સેવાદળનાં પ્રમુખ બાબુભાઈ રબારી,જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ગીરીરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસનાં મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, સહિતનાં હોદ્દેદારો કાર્યકર્તાઓ અને વેપારી મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.
