મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રકની પાછળ ટ્રક અથડાતાં લાગેલ આગમાં જીવતા ભુંજાઈ થવાથી યુવાનનું મોત


SHARE









મોરબી નજીક ટ્રકની પાછળ ટ્રક અથડાતાં લાગેલ આગમાં જીવતા ભુંજાઈ થવાથી યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ નજીક અકસ્માત બનાવ્યો હતો જેમાં ટ્રકની પાછળ ટ્રક અથડાયો હતો જેથી બંને ટ્રકમાં આગ લાગી હતી અને બે પૈકીનાં અકે ટ્રકમાં કોલસો ભરેલ હતો જેથી આગ વિકરાળ બની હતી. અને ડમ્પરમાં રહેલ ડ્રાઇવર નીકળી ન શકતા તેનું ટ્રકમાં જીવતા ભુંજાઈ જવાથી મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકની સામે ગુનો નોંધાયો છે.

 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર ઉપર જાંબુડીયા ગામ નજીક બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં આગળ જતા રાજસ્થાની ટ્રક નંબર આરજે 50 જીબી 4133 ની પાછળ ટ્રક ડમ્પર નં જીજે 12 બીએક્સ 0903 અથડાયો હતો જે સ્થાનિક ટ્રક હતો અને નવલખી બંદરેથી કોલસો ભરીને તે ખાલી કરવા માટે જતો હતો ત્યારે જાંબુડીયા પાસે અકસ્માત બનાવ્યો હતો. અને ટ્રકમાં કોલસો ભરેલ હોવાથી આગ લગતની સામે જ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેથી કરીને બંને ટ્રક આગની ઝપેટમાં આવી ગયા હતા અને ટ્રક ડમ્પરનો ચાલક ડ્રાઈવર દેવાભાઇ બચુભાઇ સીસણોદા (49) રહે. વવાણીયા માળીયા (મી) વાળો ટ્રકમાં જીવતો ભુંજાઈ ગયો હતો. જેથી તેનું મોત નીપજયું હતું. અને મૃતકના બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજસ્થાનના રહેવાસી ટ્રક ચાલક વિશાલસિંહ કિશોરસિંહ ગેહલોત (24)એ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક દેવાભાઇ બચુભાઇ સીસણોદા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.




Latest News