મોરબીમાં સાર્થક વિદ્યામંદિર-નીલકંઠ સ્કૂલમાં દેશપ્રેમની ઝાંખી કરાવતા કાર્યક્રમો સાથે 15 મી ઓગસ્ટ ઉજવાઇ
SHARE
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર-નીલકંઠ સ્કૂલમાં દેશપ્રેમની ઝાંખી કરાવતા કાર્યક્રમો સાથે 15 મી ઓગસ્ટ ઉજવાઇ
મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે દેશપ્રેમની ઝાંખી કરાવતા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને સ્કૂલના બધા જ બાળકો સ્વાતંત્ર્ય સેનાનીની વીરતા અને દેશદાઝ ની ભાવનામાં ઓતપ્રોત થઈ ગયા હતા અને કેજી થી લઈને ધો.12 સુધીના બધા બાળકોએ દેશપ્રેમની અવનવી કૃતિઓ રજૂ કરી હતી. મોરબી જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો હતો તેમાં પણ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓએ અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો અને સ્કૂલનું નામ રોશન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ નીલકંઠ પરિવારના તમામ શિક્ષકોનો નીલકંઠ સ્કૂલના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુ વડસોલા અને નવનીત કાસુન્દ્રાએ આભાર વ્યક્ત કર્યો હતો. મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કાર્યક્રમનું સંચાલન રાધનપુરા મયંકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિતના હાજર રહ્યા હતા. આ તકે ભારતમાતાની આરતી, ધ્વજ વંદન, રાષ્ટ્રગાન સાંસ્ક્રુતિક, શિવ-પાર્વતી વિવાહ અને વિભાજન પ્રદર્શનનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ સહિતના હાજર રહ્યા હતા.