મોરબીના ટિંબડી નજીક ડમ્પર ચાલકે કચડી નાખેલ યુવાનનો જીવ બચાવવા પગ કપવો પડ્યો
મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર વાડી વિસ્તારમાં ચાર મહિલા સહિત 11 લોકોએ કુહાડી-ધોકા વડે કર્યો હુમલો: રાયોટિંગનો ગુનો નોધાયો
SHARE
મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર વાડી વિસ્તારમાં ચાર મહિલા સહિત 11 લોકોએ કુહાડી-ધોકા વડે કર્યો હુમલો: રાયોટિંગનો ગુનો નોધાયો
મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગર થી જાગાની વાડી તરફ જવાના રસ્તા ઉપર આવતી બજારની વાડી પાસે આઠ વાડીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જે રસ્તો તે વિસ્તારના માજી કાઉન્સિલર અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા ખુલ્લો કરાવામાં આવ્યો હતો જે બાબતનો ખાર રાખીને ગઇકાલે મોડી સાંજે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી તેના ઘર બાજુ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેને રોકીને ચાર મહિલા સહિત 11 લોકો દ્વારા તેના ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગર પાસે આવેલ જાગાની વાડી માં રહેતા મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શામજીભાઈ કંઝારિયા (30) ઉપર તે વિસ્તારમાં રહેતા દિનેશભાઈ શામજીભાઈ ડાભી, હંસરાજભાઈ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી અને સુરેશ છગનભાઇ ડાભી ઉપરાંત ચાર મહિલા સહિત કુલ મળીને 11 થી વધુ લોકો દ્વારા કુહાડી અને ધોકા જેવા હથિયાર સાથે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને ઇજા થતાં સારવારમાં લઈને આવ્યા હતા.
વધુમાં મળી રહેલા માહિતી મુજબ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીને કુહાડીનો બુંધરાવટીના ઘા માતેમજ ધોકાના ઘા મારીને ઇજા કરેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને હુમલાની આ ઘટના વિશે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ હોસ્પિટલે પહોચી હતી. હાલમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ ડાભી પરિવાર દ્વારા ગોકુલનગર થી જાગાની વાડી તરફ જવા માટેનો જે આઠ વાડીનો રસ્તો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને આ રસ્તો ખુલ્લો કરાવવા માટે થઈને રોહિતભાઈ કંઝારીયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી કરીને થોડા સમય પહેલા મામલતદારની હાજરીમાં રસ્તા ઉપરના દબાણોને દૂર કરીને રસ્તાને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
જે બાબતનો ખાર રાખીને રોહિતભાઈ કંઝારીયા ગઇકાલે સાંજે મોરબી શહેરી વિસ્તારમાં પોતાનું કામ પૂરું કરીને પોતાના ઘર તરફ બજારની વાડી પાસેથી જઈ રહ્યો હતો ત્યારે ચાર મહિલાઓ સહિતના કુલ 11 થી વધુ લોકોએ તેને રોકીને તેના ઉપર હુમલો કર્યો હતો. જેથી કરીને ઈજા પામેલ રોહિતભાઈએ સારવાર લીધા પછી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિનેશભાઈ શામજીભાઈ ડાભી, હંસરાજભાઈ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, કેશાભાઈ ભીમાભાઈ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી, સુરેશ છગનભાઇ ડાભી, મુકતાબેન છગનભાઈ, લીલીબેન કેશવજીભાઈ, લાભૂબેન પ્રવીણભાઈ અને કિરણબેન રતિલાલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.