મોરબી જેલમાં બંધ કેદીનો વિડીયો વાયરલ થતા ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો


SHARE





























મોરબીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો

મહાન ક્રાંતિકારી, વીર સપૂત, આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે પુણ્યતિથિ છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આ દિવસને ગુમનામી દિવસ તરીકે મનાવે છે.

"તુમ મુજે ખુન દો મેં તુમે આઝાદી દુંગા" સૂત્ર આપનાર સુભાષચંદ્ર બોઝ જે દેશની આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધું હતું.વર્ષ 1945 માં એક વિમાન દુર્ઘટનામાં તેનું અવસાન થયુ હોવાનું કહેવાય છે.જો કે હજી પણ નેતાજી સુભાષચંદ્ર બોઝની મૃત્યુનું સાચુ કારણ જાણી શકાયુ નથી.બીજી બાજુ તેમ પણ કહેવાઈ છે કે ત્યાર બાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ ગાયબ થઈ ગયા હતાં એટલા માટે ક્રાંતિકારી સેના આ દિવસને ગુમનામી દિન તરીકે મનાવે છે. અને આજે ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ નિમિત્તે મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સાફ સફાઈ કરીને ફુલહાર કરવામાં આવ્યા હતા.
















Latest News