મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ- ન્યુ એરા પબ્લિક સ્કુલમાં રંગોળી સ્પર્ધા યોજાઇ
મોરબી ભારતી વિદ્યાલય શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ
SHARE









મોરબી ભારતી વિદ્યાલય શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં દર વર્ષે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શાળામાં વિદ્યાર્થી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ અવનવી રંગોળી જેવી કે કૃષ્ણ, ડોરેમોન, સ્ત્રીનું ચિત્ર, દીવડો, ગણેશ, ભાત ચિત્ર તેમજ ફ્રી હેન્ડ રંગોળી દોરીને તેમાં રંગબેરંગી કલર પૂરીને રંગોળીને કલરફુલ બનાવીને સુંદર બનાવી હતી. જેમાં પ્રથમ નંબર ભાલારા હેત્વી સંજયભાઈ, દ્રિતીય નંબર પ્રજાપતિ પ્રિયંકા ગોપાલભાઈ અને તૃતીય નંબરે પરમાર અમિત રમેશભાઈ પ્રાપ્ત કરેલ છે અંતમાં શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ભાગ લેતા તમામ વિદ્યાર્થીને અભિનંદન પાઠવેલ હતા તેમજ તેઓ તેમના જીવનમાં પ્રેમ, લાગણી, કરુણતા, ધીરજ, વીરતા જેવા રંગોનું આચરણ કરીને જીવનને પણ કલરફુલ બનાવી હર હંમેશ ખુશ રહેવા કહ્યું હતું
