હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જીરૂ વેચીને જઈ રહેલા શ્રમિક પાસેથી રોકડા 50 હજારની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો


SHARE













મોરબીમાં જીરૂ વેચીને જઈ રહેલા શ્રમિક પાસેથી રોકડા 50 હજારની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો

મોરબીના શ્રમિક માર્કેટયાર્ડમાં જીરું વેચવા માટે શ્રમિક આવ્યો હતો અને જીઆઇડીસીના નાકા પાસેથી તે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષામાં તેની સાથે મુસાફરની જેમ બેઠેલ બે પુરુષ અને એક સ્ત્રીએ ઉલટીનું બહાનું કરીને ફરીયાદીની નજર ચૂકવીને તેના પેન્ટના કિસ્સામાંથી 50 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી લીધેલ હતી જેની ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં હાલમાં એક આરોપીને પકડેલ છે

મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રાજેશભાઈ જેઠાભાઈ કાનગડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી ગણપતભાઈ હજારિયાભાઈ કોળી જાતે આદિવાસી (50)એ સીએનજી રીક્ષાના ચાલક તથા તે રિક્ષામાં બેઠેલ મહિલા સહિતના અન્ય બે વ્યક્તિઓ આમ કુલ મળીને ચાર વ્યક્તિની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કેમોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડથી જીરું વેંચાણ કરીને તેના રોકડા રૂપિયા લઈને તેઓ જીઆઇડીસીના નાકા સુધી જવા માટે સીએનજી રીક્ષામાં બેઠા હતા દરમિયાન સીએનજી રીક્ષામાં અગાઉથી બેઠેલ બે પુરુષ અને એક મહિલાએ ઉલટીનું નાટક કરીને ફરિયાદીની નજર ચૂકવીને તેના પેટના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા 50 હજારની ચોરી કરી લીધા હતા જેની ફરિયાદ આધારે પોલીસે પહેલા આ ગુનામાં બે આરોપીને પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં પીએસઆઇ પી.આર. સોનારા અને ધ્રુવરાજસિંહ દ્વારા આરોપી કિશન  મગનભાઇ ભાંભરીયા (22) રહે. માસૂમ પાર્ક મનહર સોસાયટી શેરી નંબર 2 રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા શંકરભાઈ બાબુભાઈ પીપળીયા (39) નામના યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીમાં સોઑરડી પાસે આવેલ રામદેવનગરમાં રહેતા પ્રેમભાઈ મનસુખભાઈ પરમાર (25) નામનો યુવાન ઘર પાસે શેરીમાં પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News