મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ


SHARE













મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ

માળીયા (મી) હળવદ રોડ ઉપર હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા માટે ગયેલા યુવાનનું છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે જે ગુનામાં પકડાયેલા આરોપીઓને સાથે રાખીને માળીયા તાલુકા પોલીસ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ હોથલ ફાયનાન્સ ખાતે પહોચી હતી અને આરોપીઓ ત્યાં ભેગા થયા હતા અને હત્યા કર્યા બાદ ત્યાં આવીને જ છૂટા પડ્યા હતા જેથી પોલીસે આરોપીઓ પાસે ઘટનાનું રી- કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું અને આરોપી શિવમ રબારીને 4.50 લાખ રૂપિયા મૃતક યુવાન પાસે લેવાના હતા જેના માટેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને આ ગુનામાં હજુ એક આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.

મોરબીમાં રહેતા વિવેક વિનોદભાઈ પટેલે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હોથલ ફાયનાન્સ વાળા મોહન ઉર્ફે  શીવમભાઇ ભગવાનજીભાઇ ભુંભરીયા તેમજ રમેશભાઇ ઉર્ફે રામો અરજણભાઇ રબારી, પુથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા, ગુલામહુસૈન મહેબુબભાઇ પઠાણ, કિશનભાઇ અમરશીભાઇ ચૌહાણ અને હીરાભાઇ રવજીભાઇ ઉલવા રહે. બધા મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીમાં પ્રભુકૃપા ટાઉનશીપ ખાતે રહેતો તેનો મિત્ર અનિલ હરિલાલ કંડિયા (28) અને અન્ય ગૌરક્ષકો માળીયા હળવદ રોડ ઉપર અબોલજીવ ભરેલ ગાડી નીકળવાની હતી તેની રાહ જોઈને બેઠા હતા અને ધૈર્ય હોટલ પાસે નાસ્તો કરતા હતા.

ત્યારે ઇકો ગાડીમાં આવેલા 5 શખ્સોએ અનિલ ઉપર છરી વડે હુમલો કરીને જીવલેણ ઇજા કરી હતી ત્યારે તેને બચાવવા માટે ફરિયાદી વચ્ચે પડતાં તેને પણ છરી મારી હતી જેથી બંને ઇજા પામેલા યુવાનોને સારવારમાં લઈ ગયા હતા અને અનિલનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને શિવમ રબારી સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરેલ હતી અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા દરમ્યાન આરોપીની પૂછપરછમાં મૃતકનો લોકેશન ગૌરક્ષક તરીકે કામ કરતાં રાજગીરી ઉર્ફે રાજ મહેશગીરી બાવાજી (21) રહે. ઘૂટું વાળાનું નામ સામે આવ્યું હતું જેથી તેની પણ હત્યાના ગુનામાં ધરપકડ કરીને પોલીસે સાતેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

વધુમાં માળીયા તાલુકા પીઆઇ કે.કે. દરબાર પાસેથી મળતી માહિતી મુજબ હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારીએ મૃતક પાસેથી 4.50 લાખ રૂપિયા લેવાના હતા અને તેની ઉઘરાણી માટે તેના પાંચ માણસો મોરબીના રવાપર રોડે આવેલ હોથલ ફાયનાન્સ પાસે ભેગા થયા હતા અને ત્યાર બાદ ત્યાંથી અનિલ કંડિયા પાસે ગયા હતા અને ત્યાં તેની હત્યા કર્યા બાદ આરોપીઓ પાછા મોરબીમાં હોથલ ફાયનાન્સ ખાતે આવ્યા હતા અને ત્યાર બાદ છૂટા પડ્યા હતા જેથી કરીને શિવમ રબારી સહિતના તમામ આરોપીઓને સાથે રાખીને હોથલ ફાયનાન્સ ખાતે ઘટનાનું રી- કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું અને ગુનાના કામે વપરાયેલ વાહન સહિતનો મુદામલ કબ્જે કરવામાં આવેલ છે.






Latest News