મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE









મોરબીના બેલા ગામ નજીક મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના બેલા ગામ પાસે આવેલ કારખાનામાં કામ કરતાં સમયે કોઈપણ કારણોસર મશીનના બેલ્ટની અંદર યુવાનનો હાથ ફસાઈ ગયો હતો જેથી યુવાનનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજયું હતું જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ રોમામાં ફેકટરીના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિરલભાઈ અલાવે (35) નામના યુવાનનો મશીનના બેલ્ટમાં હાથ આવી જતા શ્વાસ રૂંધાવા લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું જેથી મુકેશભાઈ બારેલા વિરલભાઈના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે વિરલભાઈને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતા મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News