મોરબી યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી
SHARE
મોરબી યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી
મોરબી સિવિલ હોસ્પિટલમા જન્માષ્ટમીની રજાઓને ધ્યાનમા રાખીને બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 25 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી.તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વ દરમિયાન પણ કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે.કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે રક્તદાન કરવા માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.