હળવદ નજીકથી 99.680 કિલો પોસ ડોડાનો જથ્થો ભારેલ ટ્રક સાથે બે શખ્સની ધરપકડ, માલ આપનારનું નામ ખૂલ્યું
SHARE









હળવદ નજીકથી 99.680 કિલો પોસ ડોડાનો જથ્થો ભારેલ ટ્રક સાથે બે શખ્સની ધરપકડ, માલ આપનારનું નામ ખૂલ્યું
અમદાવાદ મોરબી હાઇવે ઉપર હળવદ નજીકથી પસાર થતાં એક ટ્રકને ચેક કર્યો હતો ત્યારે તેમાંથી 99 કિલો તથા 680 ગ્રામ માદક પદર્થ પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતી જેથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને બે આરોપીને પકડ્યા છે અને માલ આપનારની પણ નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ તરફથી નીકળી હળવદ થઇ કચ્છ તરફ જતાં ટ્રકને એસઓજી અને હળવદ તાલુકાની ટીમે રોકીને ચેક કર્યો હતો ત્યારે ટાટા ટ્રક નંબર RJ 39 GA 6051 માંથી માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે માદક પદર્થ પોસ ડોડા 99 કિલો તથા 680 ગ્રામ જેની કિંમત 2,99,040 તેમજ બે મોબાઇલ અને ટ્રક મળીને કુલ 23,09,040 નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી દેદારામ નારણારામ જાટ (40) અને બાબુલાલ ગંગારામ જાટ (26) રહે બંને આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જી બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરેલ છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીને માલ નવલારામ ગોદારા નામના શખ્સે આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

