હળવદ નજીકથી 99.680 કિલો પોસ ડોડાનો જથ્થો ભારેલ ટ્રક સાથે બે શખ્સની ધરપકડ, માલ આપનારનું નામ ખૂલ્યું
મોરબી નગર દરવાજા, ધક્કાવાળી મેલડી માતાજી, લખધીરવાસ ચોક, જૂના ઘાંટીલા સહીત જીલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા આયોજનો
SHARE
મોરબી નગર દરવાજા, ધક્કાવાળી મેલડી માતાજી, લખધીરવાસ ચોક, જૂના ઘાંટીલા સહીત જીલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા આયોજનો
મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તા.૨૬ ને સોમવારના રોજ કૃષ્ણ જન્મોત્સવ તથા મટકી ફોડનું આયોજન કરાયેલ છે.કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે રાત્રે ૯ કલાકે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે અને રાત્રે ૧૨ કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે.તેમજ મોરબીના નહેરૂ ગેટ ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્યામ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૯ થી ૧૨ તેમજ સાંજે ૮ થી ૧૨ સુધી રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ બપોરે ૧૨ વાગ્યે અને રાત્રે ૧૨ વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
માળીયાના જૂના ઘાંટીલા ગામે તા.૨૬ ને બપોરના ૨ થી ૮ કલાક સુધી જન્માસ્ટમીના દિવસે જૂના ઘાંટિલા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા તેમજ મટકીફોડનો કાર્યક્રમ રાખેલ છે.તેથી ઘાંટીલાની ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજકો દ્વારા વિનંતી કરાયેલ છે.જ્યારે મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા લખધીરવાસ ચોકમાં ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે.મયુર નગરી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે મટકી ફોડ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાસ ગરબાનો કાર્યક્રમ રાત્રે ૯ થી ૧૨ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.તેમજ મટકી ફોડનો કાર્યક્રમ રાત્રે ૧૨ વાગ્યે રાખવામાં આવ્યો છે.આ ઉજવણીમાં સામેલ થવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.