Morbi Today
મોરબીના જેતપર ગામના અઘારા પરિવારે પુત્રના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરી
SHARE
મોરબીના જેતપર ગામના અઘારા પરિવારે પુત્રના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરી
પુત્રના પ્રથમ જન્મદિવસની ઊજવણી વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી.જેતપર ગામના રહેવાસી જીગરભાઈ અઘારાના પુત્ર રીવાનના પ્રથમ જન્મદિવસ નિમિત્તે પરિવારજનો સાથે વૃધ્ધાશ્રમ ખાતે એકલવાયું જીવન જીવતા વૃદ્ધો સાથે જન્મદિવસ ઉજવવાનું નક્કી કરીને જમણવારનું આયોજન કરેલ અને વૃદ્ધોને ઉપયોગી ચીજ વસ્તુઓ આપી હતી.ત્યારે એકલવાયું જીવન જીવતા વૃદ્ધોના ચહેરા ઉપર પોતાના પુત્રનો જન્મદિવસ ઉજવતા હોય તેવો આનંદ છવાયો હતો.