હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં પાંચ પૈકીના ત્રણ મેળાને તંત્રની મંજુરી, બે મેળાની અરજીનો આજે નિકાલ થશે !: પાલિકાએ મેળાનો છેદ જ ઉડાવી દેતા ખાનગી મેળાના સંચાલકોને ઘી કેળા


SHARE













આજથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર શ્રાવણ માસના લોકમેળાઓનો પ્રારંભ થતો હોય છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો ચાલુ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ મેળાને મંજૂરી આપવામાં આવી રહી છે જેને લઇને ઘણી જગ્યાએ પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબી શહેરમાં પાંચ જગ્યા ઉપર ખાનગી મેળા કરવા માટે થઈને તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી હતી જેમાંથી અગાઉ એક મેળાને મંજૂરી મળી હતી અને ગઈકાલે મોડી રાત્રે વધુ બે મેળાને મંજૂરી આપવામાં આવી છે અને બાકીના બે મેળાની અરજીઓનો નિકાલ આજે બપોર સુધીમાં થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે

મોરબી શહેરમાં દર વર્ષે જુદા જુદા વિસ્તારોમાં એક બે નહીં પરંતુ પાંચ જેટલા મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જો કે, વર્ષો પહેલાં મોરબીમાં નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવતું નથી જેથી કરીને ખાનગીમાં મેળા કરનારાઓને ઘી કેળા થઈ જાય તેવો ઘાટ જોવા મળતો હોય છે. અને ચાલુ વર્ષની વાત કરીએ તો છેલ્લે રાજકોટમાં બનેલા ગેમ ઝોન કાંડ પછી સરકાર દ્વારા મેળા માટે મંજૂરીને લઈને જે એસઓપી જાહેર કરવામાં આવી છે તેને લઈને ઘણી જગ્યાએ મેળામાં રાઈડ ચલાવવા માટેની મંજૂરી સહિતના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ રાઇડ્સ માટેની મંજૂરી મળી નથી તેવામાં મોરબીની વાત કરીએ તો મોરબી શહેરમાં જુદી જુદી પાંચ જગ્યા ઉપર ખાનગી મેળા માટે થઈને આયોજન કરવામાં આવ્યા છે અને તે પૈકી મોરબીના બાયપાસ રોડ ઉપર ક્રિષ્ના મેળાને અગાઉ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી 

ગઈકાલે મોડી રાત્રે મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે તેમજ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં વધુ બે ખાનગી મેળાઓને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને બાકીના બે મેળાઓના સંચાલકોને મેળાને મંજૂરી મળશે કે કેમ તેનું ચિત્ર આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે જોકે સરકારી તંત્ર દ્વારા જે મોરબીમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું તેનો છેદ ધીમે ધીમે કરતાં સરકારી તંત્ર એ ઉડાવી દીધો છે જેથી કરીને ખાનગી મેળા કરનારાઓને ઘી કેળા થઈ જાય છે અને દર વર્ષે ખાનગી મેળાના સંચાલકો દ્વારા મેળાને લૂંટમેળા બનાવી દેવામાં આવતા હોય છે પરંતુ ત્યારે જાણે અધિકારીઓ નિદ્રાધીન અવસ્થામાં હોય તે રીતે આંખ ખાડા કામ કરીને બેઠા હોય છે અને લોકો લુટાતા હોય છે તેવો ઘાટ પણ મોરબીમાં જોવા મળતો હોય છે






Latest News