ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ સ્થળાંતરીત 1000 થી વધુ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE









મોરબીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ સ્થળાંતરીત 1000 થી વધુ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

ભારે વરસાદના કારણે ઝૂંપડામાં રહેતા અનેક જરૂરિયાતમંદોના ચૂલા સળગ્યા ન હતા : રેનબસેરામાં પણ વહીવટી તંત્રના સહયોગમાં રહી લોકોની જઠરાગ્નિ ઠારવામાં આવી

મોરબી : સેવા માટે હંમેશા તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ઝૂંપડપટ્ટીમાં રહેતા તેમજ સ્થળાંતરીત 1000થી વધુ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હજુ પણ તેઓ દ્વારા આ સેવાનો વ્યાપ વધારવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે. 

દરેક તહેવારોને અલગ રીતે ઉજવવામાં તેમજ સેવા કાર્યોમાં અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને ગ્રુપના સભ્યો દ્વારા આજે ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદને કારણે ચૂલા સળગ્યા ન હોય તેઓને ભૂખ્યા ન રહેવું પડે તે માટે આ સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યો હતો.  

મોરબીના બાયપાસ રોડ, નવલખી ફાટક રોડ, અને સામાકાંઠે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જઈને યંગ ઇન્ડિયા ગ્રુપની ટીમે ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને રેનબસેરામાં આશરો આપવામાં આવ્યો છે. તેવા લોકોને પણ તંત્રના સહયોગમાં રહીને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.




Latest News