મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નવા મકનસર અને વાંકાનેરના જુના રાજાવડલા ગામે મારામારી


SHARE







મોરબીના નવા મકનસર ગામે લાકડાના ધોકા મારી જાનથી મારી નાખવાની ધમકી, વાંકાનેરના જુના રાજાવડલા ગામે મારામારી

મોરબીના નવા મકનસર ગામના રહેવાસી આધેડને બે ઇસમોએ લાકડાના ધોકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નવા મકનસર ગામે વાદી પરામાં રહેતા જાલમનાથ રજુનાથ પઢીયાર (ઉ.વ.૪૦) નામના આધેડે આરોપી ઠાકોરનાથ બાબુનાથ સોલંકી અને ભૂપતનાથ બાબુનાથ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ જાલમનાથને ગાળો આપી ઢીકાપાટુંનો મારમારી આરોપી ઠાકોરનાથે લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી ભૂપતનાથ ઝાપટ મારી હતી મોરબી તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે. 

વાંકાનેરના જુના રાજાવડલા ગામે મારામારી બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે મારામારીની ઘટના બની હતી જેમાં બંને પક્ષે મારામારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

જુના રાજાવડલા ગામના રહેવાસી જયેશભાઈ ચતુરભાઈ આંતરેસાએ આરોપી છના લાલજી સોલંકી, નકુલ અશોક સોલંકી અને મિલન વિક્રમ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે અગાઉ બોલાચાલી ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ત્રણેય ઇસમોએ લાકડી વડે માર મારી ઈજા કરી હતી જયારે સામાપક્ષે છનાભાઇ લાલજીભાઈ સોલંકીએ આરોપી જયેશ ચતુર આંતરેસા, ચતુર આંતરેસા અને મંજુબેન ચતુર આંતરેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે અગાઉ બોલાચાલી ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ત્રણેય ઇસમોએ આધેડને લાફા મારી ગાળો આપી લાકડી લઈને મારવા દોડ્યા હતા વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.




Latest News