મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં ઈન્સટાગ્રામ આઈડીમાં ભગવાન શ્રીકૃષ્ણ-રાધાજી વિશે અભદ્ર ટીપ્પણી કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો


SHARE







મોરબીના વાંકાનેરમાં ઈન્સટાગ્રામ આઈડીમાં ભગવાન શ્રીકૃષ્ણ-રાધાજી વિશે અભદ્ર ટીપ્પણી કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો

ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે હિંદુઓ દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હોય ત્યારે એક વિધર્મી ઇસમેં ઈન્સટાગ્રામ આઈડીમાં ભગવાન વિશે અભદ્ર ટીપ્પણી કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટના રહેવાસી યશ જયેશભાઈ ભીમાણીએ આરોપી અનવર હુશેન જાહિદ ગાલીબ રહે ગુલશન પાર્ક ચંદ્રપુર વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે વિધર્મી ઇસમેં પોતાના annox7_ ઈન્સટાગ્રામ આઈડી માંથી ભગવાન શ્રીકૃષ્ણ-રાધાજી વિશે બીભત્સ ગાળો લખી અભદ્ર ટીપ્પણી કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી હિંદુ સમાજની લાગણી દુભાવી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે. 

વાંકાનેરના નવાપરામાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત 

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે.વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર રહેતા અજય ગોવિંદ વિંજવાડિયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા. ૨૬ ના રોજ સાંજના સુમારે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.




Latest News