માળિયા (મિ.)ના મોટા દહિસરા ગામે તલાટીને ખખડાવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
મોરબીમાં જય અંબે ગ્રુપ, સેવા ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ
SHARE
મોરબીમાં જય અંબે ગ્રુપ, સેવા ભારતી સહિતની સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ વિતરણ
મોરબી જિલ્લામા જ્યારે કુદરતી આફત આવે ત્યારે હરહંમેશ સેવાભાવી લોકો અને સંસ્થાઓ મદદ માટે આગળ આવતી હોય છે એ રીતે જ મોરબીની સંસ્કાર ભારતી અને જય અંબે ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું.
મોરબીમાં અતિવૃષ્ટિના દિવસોમાં સ્થળાંતરીત કરેલ લોકો પૈકી કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેની હરહંમેશ ચિંતા કરતા જીગ્નેશભાઈ કૈલા અને તેમના જય અંબે સેવા ગ્રૂપ દ્વારા સ્થળાંતરીત લોકોને આરામથી જમી શકે એવી વ્યવસ્થા કરેલ અને જ્યાં સુધી કુદરતનો આ કહેર બંધ ન થાય ત્યાં સુધી મોરબીમાં સ્થળાંતરિત થયેલ એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તેવા સંકલ્પ સાથે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને મોરબીમાં જય અંબે સેવા ગ્રૂપ દ્વારા રસોડું ચાલુ કરવામાં આવેલ છે.
તેમજ સેવા ભારતી મોરબી(રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત)દ્વારા વરસાદી આફત સામે પિડીત પરિવારો માટે અંદાજે ૨૦૦૦ ફૂડ પેકેટ પંચમુખી હનુમાન મંદિર મોરબી-૨ મુકામે તૈયાર કરવામાં આવ્યા હતા.આ સેવા કાર્યમાં અંદાજે ૩૫ સ્વયં સેવક કામે લાગ્યા હતા.જરૂરિયાત મુજબ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે.વધુ જાણકારી માટે જસ્મીનભાઈ હિંસુ (મો..૯૮૨૫૩ ૨૩૩૩૨) નો સંપર્ક કરી શકાય