મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે
મોરબીના માળિયા તાલુકામાં દેવ સોલ્ટ દ્વારા 1500 ફૂટ પેકેટનું વિતરણ
SHARE









મોરબીના માળિયા તાલુકામાં દેવ સોલ્ટ દ્વારા 1500 ફૂટ પેકેટનું વિતરણ
મોરબીના માળીયા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા પુરગ્રસ્ત તેમજ સ્થળાંતરીતો માટે ૧૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું.દેવ સોલ્ટુ પ્રા.લી. તેમજ દેવ વેટ લેન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન હમેશા સમાજ કલ્યાણની પ્રવૃતિઓ માટે અગ્રેસર રહ્યું છે અને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન લોકોની સેવા માટે હંમેશા મોખરે રહ્યું છે. છેલ્લા ૨ દિવસથી સતત ભારેથી અતિ ભારે વરસી રહેલા વરસાદ અને જીલ્લાના તમામ ડેમો ઓવરફલો થવાનાં લીધે સમગ્ર જીલ્લામાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે માળિયા (મિ.) તાલુકાના નીચાણ વાળા વિસ્તારમાં રેહતા લોકોનો આશરો છીનવાઈ ગયો છે અને ભૂખ્યા રહેવા લાચાર બન્યા છે.આ કુદરતી આફત સમયે પુરગ્રસ્ત લોકો તેમજ સ્થળાંતરીતોની સેવા માટે દેવ સોલ્ટ્ર દ્વારા માળિયા મામલતદાર ઓફીસ, પોલીસ સ્ટેશનમાં, નીચાણ વાળા વિસ્તાર તેમજ હરીપર ગામે કુલ ૧૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું અને હજુ પણ વિતરણ ચાલુ છે.આ ફૂડ પેકેટને બનાવા તેમજ તેના વિતરણ માટે દેવ સોલ્ટનો સંપૂર્ણ સ્ટાફ ખડેપગે રહ્યો હતો.
