મોરબીના માળિયા તાલુકામાં દેવ સોલ્ટ દ્વારા 1500 ફૂટ પેકેટનું વિતરણ
ટ્રક ડ્રાઇવરો લુંટાયા : મોરબી-કચ્છ હાઇવે ઉપર 200 મીટરના ગાળામાં સર્વે કરી ઊંચો સારો રોડ કે ઓવર બ્રિજ બને તો કાયમી પ્રશ્ન નિકાલ થાય
SHARE









ટ્રક ડ્રાઇવરો લુંટાયા : મોરબી-કચ્છ હાઇવે ઉપર 200 મીટરના ગાળામાં સર્વે કરી ઊંચો સારો રોડ કે ઓવર બ્રિજ બને તો કાયમી પ્રશ્ન નિકાલ થાય
મોરબીમાં જ્યારે પણ ભારે વરસાદ થાય અને વરસાદના પગલે જ્યારે ડેમ ભરાય અને ડેમના પાટિયા ખોલવામાં આવે ત્યારે દર વર્ષે માળિયા પંથકમાં તબાહી થતી હોય છે અને ખાસ કરીને મોરબીનો કચ્છ હાઇવે બંધ થઈ જતો હોય છે.તે રીતે જ રેલ્વે ટ્રેક પણ ત્યાં ધોવાઈ જાય છે.માટે છેલ્લા દસ વર્ષના વરસાદી આંકડા અને અન્ય બાબતોના સર્વે કરીને મોરબી-કચ્છ હાઇવે ઉપર જ્યાં પાણી છોડવાથી હાઇવે ઉપર મચ્છુના પાણી આવી જાય છે તે ૨૦૦ મીટર જેટલા ગાળામાં યોગ્ય સર્વે કરવામાં આવે અને સર્વે કરીને તે જગ્યાએ સારો ઉંચો રોડ કે ઓવર બ્રિજ કે લોખંડનો બ્રિજ બનાવવામાં આવે અને કાયમીના ધોરણે આ પ્રશ્નનો નિકાલ થાય તે જરૂરી છે.
મોરબીમાંથી પસાર થતો નેશનલ હાઈવે છેલ્લા ત્રણ દિવસથી બંધ છે જેથી કરીને ટ્રક લઈને કચ્છ તરફ જઈ રહેલા ડ્રાઈવરો મુશ્કેલીમાં મુકાયા છે અને તેઓની પાસેથી જમવાના અને પાર્કિંગના પણ ડબલ પૈસા લેવામાં આવતા હોય તેવું ડ્રાઇવરો જણાવી રહ્યા છે.!
મોરબી જિલ્લામાં માળિયા નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપર મચ્છુના પાણી ફરી વળ્યા હતા જેથી કરીને બંધ કરવામાં આવ્યો હતો અને મંગળવારે સવારે 10 વાગ્યાથી નેશનલ હાઈવે બંધ હતો જે હાલ ચાલુ કરવામાં આવેલ છે. જેથી કરીને ટ્રક ચાલકો પોતાના વાહનોમાં માલ ભરીને કચ્છ તરફ જવા માટે નીકળ્યા હતા તે ફસાઈ ગયા હતા અને જે જગ્યાએ હોટલો પાસે તેઓના વાહન રાખ્યા હોય તેના પાર્કિંગના ડબલ ભાડા લેવામાં આવેલ તેમજ તેઓની પાસેથી જમવાના પણ ડબલ રૂપિયા લેવામાં આવ્યા હોવાની રાવ હાલમાં ડ્રાઇવરો કરી રહ્યા છે અને ખાસ કરીને સૌથી મોટી વાત કે ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડે ત્યારે આ 200 મીટર જેટલો રસ્તો ખરાબ થવાથી કચ્છનો ટ્રાફિક બંધ થઈ જાય છે. તો આ બાબતએ સરકાર દ્વારા પ્રશ્નનો કાયમી નિકાલ થાય તે દિશામાં વિચારવું જોઈએ અને છેલ્લા દસ વર્ષના વરસાદી પાણીના આંકડાઓ લઈને મચ્છુ નદીના પાણી છોડવાથી હાઇવે ઉપર થતી નુકસાનીનો અંદાજ લગાવીને તે 200 મીટરની હાઈવેની જગ્યામાં નીચેથી પાણીનો નિકાલ થઈ જાય અને ઉપરથી વાહનો ચાલી શકે તેવો લોખંડનો બ્રિજ, ઓવરબ્રિજ કે અન્ય કોઈ વ્યવસ્થા થાય તેમ કરવામાં આવે તો આ પ્રશ્નનો કાયમી નિકાલ થાય તેમ છે.
