ગતિશીલ ગુજરાત :મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે તુટતા કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સંપર્ક તૂટી ગયો: એસટીની 100 થી વધુ બસોના પૈડા થંભી ગયા
SHARE









મોરબી જિલ્લામાંથી પસાર થતા નદીના પાણી ફરી મળ્યાં હતાં જેથી કરીને આ નેશનલ હાઇવે મંગળવારે સવારે 10:00 વાગ્યાથી બંધ કરવામાં આવ્યો છે અને કચ્છ સાથે મોરબી અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ અને અમદાવાદનો સંપર્ક તૂટી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે જો વાત કરીએ તો મોરબી અને સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાંથી તથા અમદાવાદ બાજુથી કચ્છમાં જતી એસટીની લગભગ 100 કરતાં વધુ બસોના પૈડા થંભી ગયા છે અને આ બસો હવે ક્યારે શરૂ થશે તેનો નિર્ણય કદાચ આજે બપોર સુધીમાં આવે તેવી શક્યતાઓ છે.
મોરબી જિલ્લામાં ખૂબ ભારે વરસાદ છેલ્લા ચાર દિવસમાં પડ્યો છે જેથી કરીને મચ્છ એક, મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા અને તે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું જેથી કરીને મંગળવારે સવારે 10:00 વાગ્યાથી મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા જે પાણી ગઈકાલે બુધવારે બપોરના 2:00 વાગ્યા સુધી નેશનલ હાઇવે રોડ ઉપર હતા જેથી કરીને વાહનો ત્યાંથી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ ન હતી જોકે હાલમાં પાણીનો પ્રવાહ નેશનલ હાઈવે રોડ ઉપર નથી પરંતુ પાણીના લીધે રોડ તૂટી ગયો છે જેથી કરીને ભારે વાહનો ત્યાંથી પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ નથી
દરમિયાન જો એસટી વિભાગની વાત કરીએ તો મોરબી જિલ્લામાંથી પસાર થતાં આ નેશનલ હાઇવે રોડ ઉપરથી ભાવનગર, અમરેલી, જામનગર, જુનાગઢ, વેરાવળ તે સહિતના સૌરાષ્ટ્રને કચ્છની સાથે જોડતા એસટી બસના રૂટના પૈડા થંભી ગયા છે આવી જ રીતે અમદાવાદ બાજુથી કચ્છ તરફ જતી બસોના પણ પૈડા થંભી ગયા છે અનો મંગળવારે સવારે 10:00 વાગ્યાથી એસટી બસોની અવરજવર કચ્છ બાજુ બંધ થઈ ગયેલ હોય હજુ સુધી એસટી બસોને શરૂ કરવામાં આવી નથી જેથી કરીને મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે અથવા તો જ્યાં સુધી એસટીની બસો ચાલુ ન થાય ત્યાં સુધી જ્યાં છે ત્યાં જ રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે
વધુમાં એસટી વિભાગના મોરબીના ડેપો મેનેજર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી ડેપોની કચ્છ બાજુ જતી સીધી કોઈ બસ નથી પરંતુ અન્ય જિલ્લાઓમાંથી આવતી અને જતી બસો કચ્છ બાજુ જતી હોય છે અને અંદાજે સૌરાષ્ટ્રની તથા ગુજરાતની કુલ મળીને 100 જેટલી બસો દૈનિક કચ્છમાં આવતી જતી હોય છે જે બસોને હાલમાં નેશનલ હાઇવે પાણીના લીધે તૂટી ગયો હોવાથી બંધ છે અને આજે બપોર સુધીમાં નેશનલ હાઇવે ઓથોરિટી તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરીને બસોના પૈડા ક્યારથી દોડતા થશે તે નિશ્ચિત કરશે તેવું જાણવા મળી રહ્યું છે
આ ઉપરાંત મોરબી તાલુકા અને જિલ્લામાં પણ વરસાદી પાણીના લીધે ગ્રામ્ય વિસ્તારોના રૂટમાં રોડ તૂટી ગયા હોય અથવા તો રોડ રસ્તા ઉપર પાણી આવી ગયા હોવાના કારણે લગભગ જુદા જુદા વિસ્તારની કુલ મળીને ૨૫ રૂટ ઉપરની એસટીની બસો હાલમાં બંધ રાખવામાં આવી છે તેવું પણ મોરબીના ડેપો મેનેજર પાસેથી જાણવા મળ્યું છે
