મોરબીના કોયલી ગામે તૂટી ગયેલ ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા કોંગ્રેસ-ગ્રામજનોની માંગ
Morbi Today
માળીય--પીપળીયા સ્ટેટ હાઇવેના જૂના મેજર બ્રીજના ઇન્સપેક્શન અને મરામત માટે ભારે વાહનોને ૮ દિવસ પ્રવેશ પ્રતિબંધ
SHARE
માળીય--પીપળીયા સ્ટેટ હાઇવેના જૂના મેજર બ્રીજના ઇન્સપેક્શન અને મરામત માટે ભારે વાહનોને ૮ દિવસ પ્રવેશ પ્રતિબંધ
માળીયા પાસેના જૂના બ્રિજ સંદર્ભે પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઈવે સુધી ભારે વાહનોના પ્રતિબંધ અંગે કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું
માળીયા પીપળીયા સ્ટેટ હાઇવેમાં ભારે વરસાદના કારણે નુકસાની થયેલ હોવાથી મેજર બ્રિજ કે જે અંદાજે ૪૦ વર્ષ જૂનો હોવાના કારણે હાલની સ્થિતિ જોતા વાહન વ્યવહાર ચાલુ રાખો યોગ્ય ન જણાતા આ બ્રિજનું ઇન્ફેક્શન તથા મરામત યોગ્ય રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી પીપળીયા ચાર રસ્તાથી માળીયા નેશનલ હાઇવે સુધી દિન ૮ માટે ભારે વાહનોના પ્રતિબંધ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા અનુસાર વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર જવા માટે અમદાવાદ કચ્છ તરફથી આવતો વાહન વ્યવહાર હાલ માળીયા થી પીપળીયા રસ્તાની જગ્યાએ માળિયાથી-મોરબી-ટંકારા-આમરણ-ધ્રોલ-લતીપર વાળા રસ્તાનો ઉપયોગ કરશે. જામનગર આમરણ તરફથી આવતા વાહનો કચ્છ તરફ જવા માટે પીપળીયા ચાર રસ્તાથી-નવલખી-ફાટકથી રવિરાજ ચોકડીથી-માળીયા કચ્છ તરફ જઈ શકશે.આ જાહેરનામામાંથી સરકારી વાહનો, નગરપાલિકાના વાહનો, પીજીવીસીએલના, વાહનો સબવાહિની, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, સ્કૂલ કોલેજના વાહનો, સામાજિક/ધાર્મિક પ્રસંગોને લગત ભારે વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ તમામ વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવે છે.