મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહીને યુવાનને મારી નાખવાની ધમકી


SHARE









ટંકારાના ઓટાળા ગામે અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેવાનું કહીને યુવાનને મારી નાખવાની ધમકી

ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં રહેતા યુવાનના ભાઈને અગાઉ થયેલ ઝઘડા બાબતે ફરિયાદ નોંધાવી હતી જે કેસ પાછો ખેંચી લેવાનું કહીને આરોપીના મિત્રએ યુવાન સાથે બોલાચાલી કરી હતી અને કેસ પાછો ખેંચી લેજે નહીંતર જાનથી મારી નાખીશ તેમજ એટ્રોસિટીના કેસમાં ફસાવી કરાવી દઇશ તેવી ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા (38)એ હાલમાં સુરેશભાઈ નથુભાઈ પરમાર રહે. ઓટાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના કૌટુંબિક ભાઈએ અગાઉ રોહિત નાનજીભાઈ ફાંગલીયા સાથે ઝઘડો થયેલ હોય અને તેની સામે કેસ કરેલ છે. જે બાબતે આરોપીએ ખાર રાખીને રોહિત ફાંગલિયા તેનો મિત્ર હોય ફરિયાદી યુવાનને કેસ પાછો ખેંચી લેજે નહીંતર જાનથી મારી નાખીશ અને એટ્રોસિટીમાં ફસાવી દઈશ તેવી ધમકી આપવામાં આવી હતી તેમજ સાહેદ પાર્થના ફોનમાં પણ ફરિયાદી યુવાનને ભૂંડા બોલી ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News