મોરબીના શનાળા રોડે યુવાનને કચડી નાખનાર ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધાયો
SHARE








મોરબીના શનાળા રોડે યુવાનને કચડી નાખનાર ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ પાસેથી યુવાન એક્ટિવા લઈને પસાર થતો હતો ત્યારે ખાનગી બસમાં ચાલાકે તેને ટક્કર મારી હતી જેથી યુવાન રસ્તા ઉપર નીચે પટકાતા તેના માથા અને મોઢા ઉપરથી બસના ટાયર ફરી ગયા હતા જેથી યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ ખાનગી બસમાં ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગળથ ગામના રહેવાસી રઘુવીરભાઈ નજકુભાઈ બસિયા જાતે કાઠી દરબાર (35)એ હાલમાં પવનસુત ટ્રાવેલ્સની બસ નંબર જીજે 6 વાય વાય 6781 ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે, તેનો ભાઈ હરેશભાઈ નજકુભાઈ બસિયા એક્ટિવા નંબર જીજે 14 એએફ 9180 લઈને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તા ઉપર બસના ચાલકે તેને ટક્કર મારી હતી જેથી ફરિયાદીનો ભાઈ રસ્તા ઉપર પડતા બસના ખાલી સાઇડના ટાયર તેના માથા અને મોઢા ઉપરથી ફરી ગયા હતા જેથી કરીને ફરિયાદીના ભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
