મોરબી જીલ્લામાં લાંચ લેતા પકડાયેલ તલાટીને પાંચ વર્ષની સજા
SHARE
મોરબી જીલ્લામાં લાંચ લેતા પકડાયેલ તલાટીને પાંચ વર્ષની સજા
માળીયા મિયાણાના જસાપર અને મોટીબરાર ગામના તલાટી મંત્રીએ વર્ષ 2013માં લાંચ માંગી હતી ત્યારે એસીબીએ છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી લીધેલ હતો જે કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે તલાટી મંત્રીને પાંચ વર્ષની સજા અને 10 હજારનો દંડ કર્યો છે.
હાલમાં સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વર્ષ 2013માં માળીયા (મી)ના જસાપર અને મોટી બરાર ગામના તલાટી કમ મંત્રી આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફરે અરજદાર પાસે લાંચ માંગી હતી જેથી કરીને અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે એસીબીની ટીમે ત્યાં છટકું ગોઠવીને આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફરને રંગેહાથ પકડી લીધા હતા અને ત્યારે ગુનો નોંધાયેલ હતો. જે કેસ મોરબી સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે 12 મૌખિક અને 44 દસ્તાવેજી પુરાવા તેમજ જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો ધ્યાને લઈ કોર્ટે આરોપી આણદાભાઈ શીવાભાઈ ફેફરને પાંચ વર્ષની સજા તેમજ 10 હજારનો દંડ કર્યો છે.